કર્ણાટકમાં જોવા મળી સાત મોંવાળા સાપની કાંચળી

12 October, 2019 10:04 AM IST  |  કર્ણાટક

કર્ણાટકમાં જોવા મળી સાત મોંવાળા સાપની કાંચળી

સાત મોંવાળા સાપની કાંચળી

હિન્દુ પૌરાણિક કથાઓમાં સાત મોંવાળા સાપનું વર્ણન થયેલું છે, પણ હકીકતમાં કોઈએ કદી સાત માથા ધરાવતો સાપ જોયો નથી. જોકે તાજેતરમાં કર્ણાટકના મેરીગોવદના ડોડી ગામમાં કનાકાપુરા મ‌ંદિર પાસે સાત મોંવાળા સાપની કાંચળી જોવા મળી એ પછી સ્થાનિકોમાં ખાસ્સી હલચલ મચી ગઈ છે. જેવી આ સાપની વાત ગ્રામજનોમાં ફેલાઈ કે તરત જ લોકો એને જોવા આવવા લાગ્યા. કેટલાકે દર્શન કરીને પૂજા કરવાની શરૂ કરી અને પછી તો કાંચળી પર હળદર, ચંદન અને કુમકુમ ચડાવવાનું શરૂ થઈ ગયું. સ્થાનિકોના કહેવા મુજબ છ મહિના પહેલાં પણ અહીં આવી જ સાત મોંવાળા સાપની કાંચળી જોવા મળી હતી જેની પૂજા કરવા માટે ખાસ એમ દેરી જેવું બનાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : પીઠ પર માણસને બેસાડી દાંતથી 42 કિલોની તલવાર ઉઠાવી આ ભક્તે

ગામલોકો માને છે કે એ જગ્યામાં વિશેષ શક્તિ છે એટલે ત્યાં દેરી બનાવવામાં આવી હતી. હવે ફરીથી એ જ જગ્યાએ એવી જ કાંચળી જોવા મળી છે. કેટલાક લોકોએ તો ચાલતી ગાડીમાં ચડી જવા પોતે સાત મોંવાળો સાપ જોયો હોવાનો દાવો પણ કર્યો છે, જોકે કોઈ હજી સુધી એનો પુરાવો રજૂ કરી શક્યું નથી.

karnataka offbeat news hatke news