મિનીએચર એકતારા જેવું તંતુવાદ્ય વગાડીને રશિયન યુવકે મેળવી લાખો લાઇક્સ

13 November, 2019 09:25 AM IST  | 

મિનીએચર એકતારા જેવું તંતુવાદ્ય વગાડીને રશિયન યુવકે મેળવી લાખો લાઇક્સ

રશિયન યુવકે રાજસ્થાની તંતુવાદ્ય વગાડીને મેળવી લાખો લાઈક્સ

યુટ્યુબ પર વિક્રોલીના રહેવાસી વરુણ ઝિંજેનો મોરચંગ કે મોરસિંગ વગાડતો વિડિયો જોવા મળશે. આ વાદ્ય રાજસ્થાનના લોકસંગીતમાં ખૂબ જાણીતું છે. વિદેશોમાં એ વાદ્ય જુદા રૂપમાં ‘જૉ હાર્પ’ કે ‘જ્યુ હાર્પ’ રૂપે ઓળખાય છે. તાજેતરમાં જૉ હાર્પ વગાડતાં-વગાડતાં નાચતા રશિયાના કઝાન પ્રાંતના રહેવાસી ઇલ્દાર ગિયામાદિયેવનો વિડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ મશહૂર થયો છે. એક હાથ અને મોઢામાં પકડીને એનો તાર બીજી આંગળીએ રણઝણાવતા જૉ હાર્પ કે મોરચંગના જે ધ્વનિતરંગો ઊઠે છે એ સાંભળીને એકતારાના નાદ ઉપરાંત માઉથ ઑર્ગન કે સરોદ-સારંગી જેવાં તંતુવાદ્યોના સૂરોનો પણ આભાસ થાય છે. ઇલ્દાર ગિયામાદિયેવના વિડિયોને યુટ્યુબ પર ૧,૩૭,૯૨૫ લાઇક્સ મળી છે અને ૨૪૫ કમેન્ટ્સ કરવામાં આવી છે. ઇલ્દાર અને એની ટીમે સોશ્યલ મીડિયા તથા અન્ય માર્ગો દ્વારા સમગ્ર વિશ્વમાં ‘જૉ હાર્પ કમ્યુનિટી’નો પ્રસાર કર્યો છે. ઇલ્દારનું જૉ હાર્પ કેવી રીતે વગાડવું એના ટ્યુટોરિયલ્સના વિડિયો પણ સોશ્યલ મીડિયા પર છે. યુટ્યુબ પર ટ્યુટોરિયલના વિડિયો જોનારાનો આંકડો ૧૧૦૦ની આસપાસ છે.

russia offbeat news hatke news