રશિયન કપલે ઘરના જ વાડામાં ગિઝા પિરામિડની પ્રતિકૃતિ બનાવી

03 July, 2020 11:18 AM IST  |  Russia | Gujarati Mid-day Correspondent

રશિયન કપલે ઘરના જ વાડામાં ગિઝા પિરામિડની પ્રતિકૃતિ બનાવી

પિરામિડ

રશિયાના સેન્ટ પિટર્સબર્ગથી ૧૨ કિલોમીટર દૂરના ગામમાં એક દંપતીએ ઘરની પાછળના વાડામાં ગિઝાના પિરામિડની પ્રતિકૃતિ બાંધી છે. ૯ મીટર જમીનની નીચે અને ૯ મીટર જમીનની ઉપર બાંધેલા પિરામિડમાં ૪૦૦ ટન કૉન્ક્રીટ બ્લૉક્સ વપરાયા છે. ઇજિપ્તના ગિઝામાં અનેક પ્રાચીન પિરામિડ્સ છે. સ્થાપત્ય અને રચનાની દૃષ્ટિએ દરેક પિરામિડની આગવી રચના છે. ઇસ્તિન્કા ગામમાં રહેતા ઓડ્રે વાખ્રુશેવ અને તેની પત્ની વિક્ટોરિયાએ તેમની પસંદગી પ્રમાણે બાંધકામ કરી શકતા કામદારો શોધવામાં એક મહિનો પસાર કર્યો હતો. ત્યાર પછી અસલ પિરામિડના કદની સરખામણીમાં ૧૯મા ભાગનો પિરામિડ સુરેખ પદ્ધતિએ બંધાવ્યો હતો.

russia international news offbeat news hatke news