રશિયાના બિલાડાપ્રેમીએ ઘરમાં બે મોટા રાની બિલાડા રાખ્યા છે

07 November, 2020 07:23 AM IST  |  Russia | Gujarati Mid-day Correspondent

રશિયાના બિલાડાપ્રેમીએ ઘરમાં બે મોટા રાની બિલાડા રાખ્યા છે

બે બિલાડા

પશુઓ પાળવાના શોખીનોએ પાડોશીના વાંધાવચકાનો ખ્યાલ રાખવો પડે છે. રશિયાની પશુઓ અને ખાસ કરીને બિલાડીઓ માટે ચાહત ધરાવતી સાંક્ત પીટર્સબર્ગની રહેવાસી આનાસ્તેસિયા પોઝન્યાક નામની યુવતીએ ઘરમાં અડધો ડઝન કૂતરા ઉપરાંત અન્ય પ્રાણીઓ પણ પાળ્યાં છે. અમુક દુર્લભ પ્રાણીઓ કે જંગલી પ્રાણીઓને દત્તક લેવાની પ્રથા વિશ્વમાં પ્રચલિત થઈ છે એમાં ક્યારેક પ્રાણીસંગ્રહાલયમાં રખાયેલાં પશુની જાળવણીની આર્થિક જવાબદારી લેવાની જોગવાઈ હોય છે અને ક્યારેક એ પ્રાણીને પાળવા માટે ઘરે લઈ જવાની જોગવાઈ હોય છે. આનાસ્તેસિયાએ બે રાની-જંગલી બિલાડા દત્તક લીધા છે. અલબત બન્ને બચ્ચાં છે. રશિયામાં રાની બિલાડાના શરીરની રુવાંટી-ફરના કોટ લોકપ્રિય છે અને કદાચ આનાસ્તેસિયાએ પણ એવા જ કોઈક ઇરાદાથી બન્ને બિલાડાને રાખ્યા હશે.

russia offbeat news hatke news international news