આર્ટ-ગૅલરીમાં સેલ્ફ-આઇસોલેશન દરમ્યાન ચિત્રકારની સર્જકતા મહોરી ઊઠી

23 April, 2020 08:20 AM IST  |  Russia | Gujarati Mid-day Correspondent

આર્ટ-ગૅલરીમાં સેલ્ફ-આઇસોલેશન દરમ્યાન ચિત્રકારની સર્જકતા મહોરી ઊઠી

આર્ટ-ગૅલરી

રશિયાના દક્ષિણ ભાગના સ્તાવરોપોલ પ્રાંતના શેલેઝ્નોવોદ્સ્ક શહેરની પુશ્કિન આર્ટ- ગૅલરીમાં વહીવટકર્તા તરીકે ૩૧ વર્ષના ચિત્રકાર સર્જેઈ પ્રોનીને હજી અખત્યાર સંભાળ્યો ત્યાં કોરોના રોગચાળાનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. એથી ૨૮ માર્ચથી પુશ્કિન આર્ટ-ગૅલરી પણ બંધ છે. કવિ પુશ્કિનને નામે સ્થાપવામાં આવેલી આર્ટ-ગૅલરીમાં સર્જેઈ પ્રોનીને સેલ્ફ-આઇસોલેશન સ્વીકાર્યું છે. એકાંતવાસમાં એક પક્ષીના સથવારામાં તે ત્યાં જ ઊંઘે છે, ત્યાં જ કસરત કરે છે અને ત્યાં જ રસોઈ કરીને જમે છે. મોટા ભાગનો સમય ચિત્રકારીમાં પસાર કરે છે. હાલમાં આર્ટ-ગૅલરીની મધ્યમાં મુકાયેલા કવિ ઍલેક્ઝાન્ડર પુશ્કિનના પૂતળાને આધારે એ મહાકવિનું ચિત્ર રચવામાં સર્જેઈ પ્રોનીન વ્યસ્ત છે. પુશ્કિન આર્ટ-ગૅલરી 100 વર્ષથી વધારે જૂની છે. 1920માં એ આર્ટ-ગૅલરીના મંચ પર અમેરિકન ડાન્સર ઇસાડોરા ડન્કને ડાન્સ કર્યો હતો. એ ડાન્સના દૃશ્યને કૅન્વસ પર ઉતારવાની સર્જેઈ પ્રોનીનની ઇચ્છા છે.

russia offbeat news hatke news international news