આ ચિનાઈ માટીની ઢીંગલીઓ નહીં, કેક છે

15 September, 2020 07:16 AM IST  |  Russia | Gujarati Mid-day Correspondent

આ ચિનાઈ માટીની ઢીંગલીઓ નહીં, કેક છે

કેક

રશિયાના મૉસ્કોમાં દિલ્યા કાબિલોવા નામની પેસ્ટ્રી-મેકર કેક બનાવવાની કળામાં એવી નિપુણ છે કે તેની બનાવેલી ઢીંગલીઓ ખાઈ શકાય એવી કેકમાંથી બનાવે છે. જાણે ચિનાઈ માટીની મૂર્તિ હોય અથવા તો રમતિયાળ ઢીંગલીઓ. દિલ્યાના હાથની કરામત કોઈને સમજાય એવી નથી. પહેલી નજરે જોતાં જ આ ચિનાઈ માટી અથવા તો કાચને રંગીને બનાવેલી મૂર્તિ જેવી જ લાગે છે, પણ હકીકતમાં એ ખાઈ શકાય એવી ડૉલ્સ છે. સામાન્ય રીતે કેકને ડેકોરેટ કરવા માટે વપરાતી ઢીંગલીઓ હોય છે જે ડિઝની પ્રિન્સેસ સિરીઝની હિરોઇન્સ પરથી પ્રેરણા લઈને બની છે. દિલ્યા પોતાની આ કળા બીજાને શીખવે પણ છે.

russia moscow offbeat news hatke news