વિશ્વના સૌથી ઊંડા બૈકલ સરોવરની થીજેલી સપાટી પર રેસિંગ સ્પર્ધા

01 March, 2020 08:19 AM IST  |  Russia

વિશ્વના સૌથી ઊંડા બૈકલ સરોવરની થીજેલી સપાટી પર રેસિંગ સ્પર્ધા

બૈકલ સરોવરની થીજેલી સપાટી પર રેસિંગ સ્પર્ધા

વિશ્વનાં સૌથી ઊંડાં અને વિશાળ સરોવરોમાં અગ્રણી એવા રશિયાના બૈકલ સરોવરની થીજેલી સપાટી પર બીજી વાર્ષિક બૈકલ માઇલ સ્પર્ધા યોજાઈ છે. એમાં અનેક હેલિકૉપ્ટર્સ, લૉરી જેવાં હેવી વેહિકલ્સ, મોટરબાઇક્સ અને બોટની સ્પીડ-રેસ યોજાઈ હતી. માઇનસ ૪૦ ડિગ્રી સેલ્સિયસમાં મક્સિમિખા ગામમાં દર વર્ષે વિવિધ વાહનો દ્વારા સ્પીડ રેકૉર્ડ તોડવાની સ્પર્ધા યોજાય છે.
એમાં કેટલીક વિન્ટેજ કાર, મોટરબાઇક્સ, ભારે ટ્રક જેવી લૉરી, બરફ પર સરકતાં અને હેલિકૉપ્ટર જેવાં વાહનોએ સ્પીડ-બ્રેકિંગ રેસમાં ભાગ લીધો હતો.

આ વર્ષે મીમી-૧૭૧ઍ૨ મીડિયમ ટ્વિન ટર્બાઇન હેલિકૉપ્ટરે રશિયાનો (દરિયાની સપાટીથી) જસ્ટ ૬૫.૬ ફુટની ઊંચાઈએ સ્પીડ-રેકૉર્ડ બનાવ્યો હતો. એ હેલિકૉપ્ટરની સ્પીડ કલાકના ૧૬૭ માઇલની હતી. અપ્પાલુસા મોટરબાઇક બનાવનારા બ્રાઇસ હેનબર્ટ પણ એ સ્પર્ધામાં સામેલ થયો હતો. હેનબર્ટે બરફ પર સ્પર્ધાનો અનુભવ ચંદ્રની સપાટી પર બાઇક દોડાવવા જેવો ગણાવ્યો હતો.

russia offbeat news hatke news