ડિઝાઇનર સિગ્નેચર ક્રીએટ કરી આપવાનો ધમધોકાર બિઝનેસ

02 June, 2019 09:49 AM IST  |  રશિયા

ડિઝાઇનર સિગ્નેચર ક્રીએટ કરી આપવાનો ધમધોકાર બિઝનેસ

ડિઝાઇનર સિગ્નેચર

સામાન્ય લોકો માટે સિગ્નેચર એટલે રોજિંદા કામની જ એક જરૂરિયાત હોય છે. તમારા નામને ટૂંકાવીને તમારી ઓળખરૂપે જે સહી કરવામાં આવે છે એ સહી કેટલાક લોકો માટે બહુ મોટો ઇશ્યુ છે. જેમની પાછળ લોકો ઑટોગ્રાફ પ્લીઝ કહીને કાગળ-પેન લઈને પાછળ પડતા હોય છે તેમને માટે ખાસ. એવા સમયે તમારો ઑટોગ્રાફ પણ ઇમ્પ્રેસિવ હોવો જોઈએને?

રશિયાના ક્રૅસ્નોયાર્સ્ક શહેરમાં રહેતા ૨૦ વર્ષના ઇવાન કુઝિન નામના ભાઈએ લોકોની આવી જરૂરિયાતમાંથી સારોએવો ધંધો વિકસાવી લીધો છે. હજી ગયા વર્ષે જ તેણે આ નવા વિચાર પણ બિઝનેસ ઊભો કર્યો છે. વાત એમ હતી કે તે ૨૦ વર્ષનો થયો ત્યારે તેનો પાસપોર્ટ રિન્યુ કરાવવો પડે એમ હતો. એ વખતે તેને લાગ્યું કે પોતાની સિગ્નેચર બહુ મજાની નથી. તેણે પોતાની સહી માટે ઘણી મથામણ કરી. ઇવાને તેની ફ્રેન્ડની મદદ લીધી.

ઍનાસ્તાસિયા ઝોર નામની આ યુવતી કૅલિગ્રાફીમાં માસ્ટર હતી. તેની મદદથી ઇવાને પોતાના માટે ઇમ્પ્રેસિવ સહી શોધી કાઢી અને ઑફિશ્યલી બદલાવી પણ ખરી. એ પછી તેણે પોતાના જેવા જ કે જેમને પોતાની સહી બદલવી હોય એવા બીજા ક્લાયન્ટ્સ શોધવાનું શરૂ કર્યું. તેને વિચાર આવ્યો કે આવી પેઇડ ‌સર્વિસ શરૂ કરી હોય તો કેટલી ચાલે? બન્નેએ ભેગા મળીને રાઇટ ટાઇટ નામની એક કંપની શરૂ કરી અને ઇન્સ્ટાગ્રામ પર એનું માર્કેટિંગ કરવાનું શરૂ કર્યું.

આ પણ વાંચો : રામની મૂર્તિ ચોરી અને પછી ભગવાન સૂવા નથી દેતા એમ કહીને પૂજારીને પાછી આપી

બીજા ઑનલાઇન પ્લૅટફૉર્મ પર જાહેરાતો આપી એના ૧૨ જ કલાકમાં તેમને પહેલો ક્લાયન્ટ મળ્યો. આ કંપની હવે ક્લાયન્ટ્સની ઇમેજ મુજબની એલિગન્ટ અને ડિઝાઇનર સિગ્નેચર તૈયાર કરી આપે છે અને એ કેવી રીતે લખવી એ શીખવે પણ છે. સૌથી પહેલાં તમને ૧૦ સિગ્નેચરના ઑપ્શન્સ આપવામાં આવે અને એમાંથી તમારે સિલેક્ટ કરવાની રહે. જોકે તમે વધુ મોટું પૅકેજ લો તો તમને અગણિત ઑપ્શન્સ પણ આપવામાં આવે છે.

russia offbeat news hatke news