હેલ્મેટ ન પહેરનારા 150 બાઇકરોને 100 શબ્દોનો નિબંધ લખવાની સજા

18 January, 2020 09:22 AM IST  |  Bhopal

હેલ્મેટ ન પહેરનારા 150 બાઇકરોને 100 શબ્દોનો નિબંધ લખવાની સજા

હેલ્મેટ ન પહેરનારા બાઇકરોને 100 શબ્દોનો નિબંધ લખવાની સજા

ભોપાલમાં ૩૧મું રોડ સેફ્ટી વીક ઊજવાયું હતું. વાહનચાલકો હેલ્મેટ પહેરવાના કાયદાનું પાલન કરે એ માટે ટ્રાફિક પોલીસે અનોખો જુગાડ શોધ્યો હતો. આ પહેલાં ટ્રાફિક પોલીસ હેલમેટ ન પહેરનારા અને કાયદાનું ઉલ્લંઘન કરનારા લોકોને ગુલાબ આપીને શરમાવતી હતી, પણ આ વખતે તેમણે વધુ રોચક રસ્તો લીધો. ૧૧મી જાન્યુઆરીથી શરૂ થયેલા આ સેફ્ટી વીકમાં પોલીસે બાઇક પર હેલ્મેટ ન પહેરનારા લોકોને બાજુમાં બેસાડીને ૧૦૦ શબ્દોનો નિબંધ લખવાની સજા કરી હતી. નિબંધ માટેનો વિષય હતો - ‘મેં હેલ્મેટ કેમ નથી પહેર્યું’.

આ પણ વાંચો : પતિની બિયરની આદત છોડાવવા પત્નીએ બિયરમાં જુલાબની દવા ભેળવી દીધી

જાતે જ આ વિશે લખતી વખતે લોકોને પોતાની મેળે ભાન પડે કે હેલ્મેટ પહેરવું કેટલું મહત્ત્વનું છે એ સમજાવવાનો પોલીસનો પ્રયાસ હતો. છેલ્લા છ દિવસમાં પોલીસે ૧૫૦ લોકોને બેસાડીને નિબંધ લખાવ્યો હતો.

bhopal offbeat news hatke news