પતિની બિયરની આદત છોડાવવા પત્નીએ બિયરમાં જુલાબની દવા ભેળવી દીધી

Published: Jan 18, 2020, 08:16 IST

ઇન્ટરનેટ પરના આર્ટિકલ્સ અને અનેક ફોરમ સાથે ચર્ચા પછી મિશેલે ધીમી અસર મેળવવા તેના પતિ જોસ બ્રાયનના બિયરમાં દિવેલ અને પ્લમના અર્કનાં ટીપાં નાખીને આપવાનું શરૂ કર્યું હતું.

પતિને શરાબનું વળગણ પ્રત્યેક પત્નીને ખટકતું જ હોય છે અને શરાબ છોડાવવા તે વિવિધ પ્રયાસ પણ કરતી હોય છે, પરંતુ મેક્સિકન લેડી મિશલ એને કાંઈક એવો રસ્તો અપનાવ્યો જેથી પતિને એમ જ લાગે કે તેને બિયરથી ઍલર્જી થઈ ગઈ છે.

ઇન્ટરનેટ પરના આર્ટિકલ્સ અને અનેક ફોરમ સાથે ચર્ચા પછી મિશેલે ધીમી અસર મેળવવા તેના પતિ જોસ બ્રાયનના બિયરમાં દિવેલ અને પ્લમના અર્કનાં ટીપાં નાખીને આપવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં તો પતિને પણ શંકા ગઈ કે પત્ની સામેથી બિયરનો ગ્લાસ તૈયાર કરી આપે છે! અજુગતું લાગ્યા છતાં જોસે તેને પોતાના પ્રત્યેના પ્રેમ અને કાળજી ગણીને ચાલવા દીધું. જોકે દિવેલ અને પ્લમના અર્કની અસર દેખાવા લાગી એટલે મિશેલે તેના પતિના મનમાં બિયર તેને સદતો નથી અને બિયરની ઍલર્જી થઈ રહી હોવાનું ઠસાવવા માંડ્યું. જોકે જોસે તેની વાતને હસવામાં કાઢી નાખી હતી.

પરંતુ પતિની નશાની આદત છોડાવવા માગતી મિશેલે દિવેલ અને પ્લમના અર્કનું પ્રમાણ વધારી દીધું અને પરિણામે જોસને ડાયેરિયા થઈ ગયો. જોસની તબિયત એટલી હદે કથળી કે મિશેલે તેને ડૉક્ટર પાસે લઈ જવો પડ્યો, જ્યાં તેણે સચ્ચાઈનો ખુલાસો કરવો પડ્યો. જોસે ડૉક્ટરને જણાવ્યું કે બિયરને કારણે મારું પેટ તો બગડ્યું જ હતું, પણ મને ચાંદા પડી ગયા હોવાથી બેસી પણ શકાતું નથી.

પતિના બિયરમાં છેડછાડ કરનારાં મિશેલબહેન પર કેસ ચાલી શકે છે તેમ જ તેને જેલની સજા પણ થઈ શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK