નિવૃતિના દિવસે હેલિકોપ્ટરમાં બેસી ઘરે પહોંચ્યા શિક્ષક પહોંચ્યા ઘરે

01 September, 2019 12:12 PM IST  |  અલવર

નિવૃતિના દિવસે હેલિકોપ્ટરમાં બેસી ઘરે પહોંચ્યા શિક્ષક પહોંચ્યા ઘરે

તસવીર સૌજન્યઃ ANI

રાજસ્થાનના અલવારમાં એક શિક્ષક નિવૃતિ બાદ હેલિકોપ્ટરથી ઘરે પહોંચ્યા. આ અનુભવને આનંદદાયી અનુભવ જણાવતા અધ્યાપકે કહ્યું કે, તેમણે આવું કરીને તેની પત્નીને સ્વપ્નને પૂર્ણ કર્યું છે. રાજકીટ ઉચ્ચ માધ્યમિક વિદ્યાલટ સૌરાઈમાં તેઓ ટીચર હતા. અને તેમણે સ્કૂલથી પોતાના ગામ મલાવલી જવા માટે હેલિકોપ્ટર બુક કરાવ્યું હતું. સ્કૂલથી વિદાય લીધા બાદ તે પત્ની સોમતી મીણા અને પૌત્ર અજય સાથે હેલિકોપ્ટરથી પોતાના ગામ પહોંચ્યા. આ પહેલો કિસ્સો છે જ્યારે કોઈ શિક્ષક હેલિકોપ્ટરથી પોતાના ગામ પહોંચ્યા હોય.


મીણાએ કહ્યું કે, એક દિવસ તેઓ છત પર બેઠા હતા ત્યારે તેમના પત્નીએ તેમને પુછ્યું કે આમાં બેસવાનો ખર્ચ કેટલો આવે?ત્યારે તેમણે વિચાર્યું કે તેઓ પત્નીનું આ સ્વપ્ન નિવૃતિના દિવસે જ પુરું કરી દેશે. મીણાએ દિલ્હીની એક કંપની પાસેથી હેલિકોપ્ટર બુક કરાવ્યું. આ ગ્રામીણ વિસ્તારમાં હેલિકોપ્ટર આવેલું જોઈને ભારે માત્રામાં લોકો ત્યાં ભેગા થઈ ગઈ. તેમણે સૌરાઈથી મલાવલી ગામનું 22 કિમીનું અંતર હેલિકોપ્ટર 18 મિનિટમાં પુરું કર્યું.

આ પણ જુઓઃ પર્ફેક્ટ કપલ છે ચેતેશ્વર અને પૂજા, આ તસવીરો છે પુરાવો

પોતાની પહેલી હવાઈ યાત્રાના અનુભવને આનંદદાયક ગણાવતા મીણાએ કહ્યું કે, અમે બંનેએ પહેલીવાર હવાઈ યાત્રા કરી. ખૂબ મજા આવી. તેમણે કહ્યું કે હેલિકોપ્ટર પર લગભગ પોણા ચાર લાખથી વધુનો ખર્ચ થયો. મીણાએ 34 વર્ષથી વધુ સમય માટે શિક્ષક તરીકે સેવા આપી. તેમના બંને દીકરા સરકારી સેવામાં છે.


rajasthan hatke news offbeat news