અધિકારીઓએ મદનિયાનું ઝુંડ સાથે મિલન કરાવ્યું

11 May, 2021 10:53 AM IST  |  kenya | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પર ફૉરેસ્ટ રેન્જર્સ અને મદનિયાનો એક વિડિયો વાઇરલ થયો છે, નેટિઝન્સને ખૂબ પસંદ પડેલો આ વિડિયો કેન્યાનો હોવાનું મનાય છે.

મદનિયાનું ઝુંડ

સોશ્યલ મીડિયા પર ફૉરેસ્ટ રેન્જર્સ અને મદનિયાનો એક વિડિયો વાઇરલ થયો છે, નેટિઝન્સને ખૂબ પસંદ પડેલો આ વિડિયો કેન્યાનો હોવાનું મનાય છે. યાશર અલી નામના પત્રકારે આ વિડિયો ટ્વિટર પર શૅર કર્યો છે, જેમાં ફૉરેસ્ટ રેન્જર્સ મદનિયાને એના ઝુંડ સાથે મેળવવા કવાયત આદરે છે. 

આ મદનિયું સહજપણે મોટી વસ્તુઓની પાછળ જાય છે એ બાબતને ધ્યાનમાં રાખી રેન્જર્સ એને કોઈ ચોક્કસ સ્થળે લઈ જવા માગતા હોય તો ગાડી ડ્રાઇવ કરે જેથી મદનિયું એની પાછળ જવા માંડે છે. વિડિયોના અંતમાં મદનિયું એના ઝુંડ સાથે ખાસ કરીને તેની માતા સાથે ભળી જાય છે. આ વિડિયોને ૭૦,૯૦૦ વ્યુઝ અને ૪૮૧ રીટ્વીટ તેમ જ ૪૩૩૨ લાઇક્સ મળ્યાં છે. 

hatke news kenya