કબાડીએ 12 લાખમાં ખરીદેલું એન્જિન બની ગયું શહેરનું નવું સેલ્ફી પૉઇન્ટ

21 May, 2019 10:59 AM IST  |  ભિલવાડા

કબાડીએ 12 લાખમાં ખરીદેલું એન્જિન બની ગયું શહેરનું નવું સેલ્ફી પૉઇન્ટ

એન્જિન બની ગયું શહેરનું નવું સેલ્ફી પૉઇન્ટ

ક્યારેક ભંગારમાં લીધેલી ચીજ પણ લોકો માટે જબરું આકર્ષણ બની જાય છે. રાજસ્થાનના ભીલવાડામાં પણ આવું જ થયું છે. અંબાલાલ ખોઈવાલ નામના એક ભંગારવાળાએ સ્થાનિક સિમેન્ટ પ્લાન્ટ પાસેથી રેલવેનું એક એન્જિન ભંગારના ભાવે એટલે કે વજનના હિસાબે ખરીદ્યું હતું. લગભગ ૩૨ ટન વજનનું એન્જિન તેણે બાર લાખ રૂપિયામાં ખરીદેલું. નીમચ ગામ પાસે ખોરમાં આવેલી સિમેન્ટ ફૅક્ટરીથી સ્ટેશન સુધી આદિત્ય બિરલા ગ્રુપની રેલવેલાઇન છે. આ એન્જિન સ્ટેશન અને પ્લાન્ટ વચ્ચે માલગાડીનું વહન કરનારી ટ્રેનનું હતું. એ જૂનું થઈ જતાં કંપનીએ વેચી નાખ્યું.

આ પણ વાંચો : બ્રિજ સાથેનાં લગ્નની છઠ્ઠી ઍનિવર્સરી મનાવી આ બહેને

ડીઝલ એન્જિન લગભગ ૫૦,૦૦૦ ટન વજન ખેંચી શકે એવું છે. અંબાલાલે કંપનીના પ્લાન્ટમાંથી આ એન્જિન ઉપાડીને ટિળકનગર વિસ્તારમાં મૂક્યું હતું. જોકે રોડની કિનારીએ પડેલું આ એન્જિન યંગસ્ટર્સ માટે સેલ્ફી પૉઇન્ટ બની ગયું હતું. હવે આવતા-જતા લોકો એન્જિન સાથે એકાદ સેલ્ફી ખેંચીને આગળ વધે છે.

rajasthan offbeat news hatke news