મહિલાએ બૅકપૅકમાં મૂકેલી બૅટરી ઍરપોર્ટમાં જતાં પહેલાં અચાનક ફાટતાં આગ

28 July, 2019 09:29 AM IST  |  થાઈલેન્ડ

મહિલાએ બૅકપૅકમાં મૂકેલી બૅટરી ઍરપોર્ટમાં જતાં પહેલાં અચાનક ફાટતાં આગ

પાવરબેન્કમાં લાગી આગ

શા માટે ઍરક્રાફ્ટમાં તમને સાથે ફોનની પાવરબૅન્ક સાથે નથી લઈ જવા દેવાતી એનું કારણ સમજાવે એવો વિડિયો હમણાં વાઇરલ થયો છે. થાઇલૅન્ડના ઍરપોર્ટની બહારની આ ઘટના છે. ગયા રવિવારે એક યુવતી ચિઆન્ગ મેઇ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર પહોંચી હતી. વાહનમાંથી ઊતરીને તે ચાલીને અંદર જવાના રસ્તા પર ચાલી રહી હતી કે અચાનક જ તેની પીઠ પર ભરાવેલી બૅકપૅકમાં ધડાકો થયો અને આગ લાગી.

આ પણ જુઓઃ દ્રષ્ટિ ધામીઃ ટીવીની સૌથી વધુ કમાતી એક્ટ્રેસ છે આ મિઠડી ગુજરાતણ

ધડાકો અને આગની ગરમી બન્નેનો તાગ મળતાં જ યુવતીએ તરત જ પોતાની બૅગ પીઠ પરથી કાઢીને દૂર ફેંકી દીધી. બૅગના આગળના ખાનામાં રાખેલી પાવરબૅન્કમાં આગ ચાલુ હતી. થોડીક વારે યુવતી હિંમત કરીને બૅગને ફરી પકડે છે  અને એમાંથી પાવરબૅન્કને બહાર ખંખેરીને બૅગ બચાવી લે છે. એ પછીયે પાવરબૅન્ક જાણે ફટાકડાની ચકરડી હોય એમ ઘુમરી લીધા કરે છે અને પછી આખરે બળીને શાંત થઈ જાય છે.

thailand hatke news offbeat news