સોને મઢેલા ઍરપૉડ્સ બહાર પાડ્યા, કિંમત છે 48.81 લાખ રૂપિયા

15 November, 2019 11:09 AM IST  |  Russia

સોને મઢેલા ઍરપૉડ્સ બહાર પાડ્યા, કિંમત છે 48.81 લાખ રૂપિયા

સોને મઢેલા ઍરપૉડ્સ

લક્ઝરી સ્માર્ટવૉચ અને ઍક્સેસરીઝ બનાવતી રશિયાની એક કંપની કૅવિયરે ઍપલના ઍરપૉડ્સ સોનેથી મઢ્યાં છે. ૧૮ કૅરૅટના સોનાથી જડેલાં ઍરપૉડ્સની ‌કિંમત છે ૬૭,૭૯૦ અમેરિકન ડૉલર એટલે કે લગભગ ૪૮.૮૧ લાખ રૂપિયા. આમેય સાદા ઍરપૉડ્સ પણ કંઈ સસ્તા નથી, પરંતુ એને સોને મઢ્યા પછીનો ભાવ તો આસમાની છે.

આ પણ વાંચો : આ ભાઈએ આંખે પાટા બાંધીને ખેતરની પરાળીમાંથી બનાવ્યાં છે 400 આર્ટવર્ક

અત્યારે તો કંપનીએ એવી એક જ જોડ બનાવી છે. એને મૂકવાનું કેસ પણ સોનાથી મઢેલું છે.

russia offbeat news hatke news