પેરુની કંપનીએ લાકડાનું લૅપટૉપ બનાવ્યું જે 10થી 15 વર્ષ ટકે એવું છે

12 September, 2019 09:05 AM IST  |  પેરુ

પેરુની કંપનીએ લાકડાનું લૅપટૉપ બનાવ્યું જે 10થી 15 વર્ષ ટકે એવું છે

લાકડાનું લૅપટૉપ

અત્યારે તો દર ચાર-પાંચ વર્ષે નવું લૅપટૉપ વસાવવું પડે છે. ટેક્નૉલૉજી તો જૂની થાય જ છે, પણ સાથે એની બહારનું આવરણ પણ જૂનું થઈ જાય છે. જોકે પેરુની કૅરાસ્કોસ નામની કંપનીએ લાકડાનું લૅપટૉપ બનાવ્યું છે જે સિંગલ બોર્ડ કમ્પ્યુટર છે. આ વુડન કેસમાં રહેલા સ્પેર પાર્ટ્સને રિપેર કરવા હોય કે અપડેટ કરવા હોય તો એ બધું સરળતાથી છૂટું પણ પડી શકે છે. એકદમ હળવા લાકડામાંથી બનેલું છે એટલે વજન પણ ઓછું છે અને સરળતાથી બૅગમાં લઈને ફરી શકાય એવું પોર્ટેબલ છે.

કંપનીએ એને નામ આપ્યું છે વૅવલૅપટૉપ. એની ‌કિંમત ૭૯૯ પેરુવિયન સોલ એટલે કે ૧૬,૮૦૦ રૂપિયા છે. કમ્પ્યુટર એન્જિનિયર જૅવિયર કૅરાસ્કોનું કહેવું છે કે ઓરિજિનલી આ લૅપટૉપ તો ૨૦૧૫માં બન્યું હતું, પરંતુ એનું નવું વર્ઝન રિસાઇકલેબલ છે અને ફાઇબર બોર્ડનું બન્યું છે જેમાં લેટેસ્ટ ઑપરેટિંગ સિસ્ટમ પણ સેટ થઈ ગઈ હોવાથી હવે માર્કેટમાં વેચાવા માટે નીકળ્યું છે.

આ પણ વાંચો : 30 કલાક સુધી કૉફિનમાં સૂઈ રહેવાની કપલ્સ માટે ચૅલેન્જ

જોકે એની અંદરના કમ્પોનન્ટ્સ તમે ઇચ્છો ત્યારે અપગ્રેડ કરી શકો છો અને એ માટે આખું લૅપટૉપ ચેન્જ કરવાની જરૂર નથી. કંપનીનો તો અત્યારે દાવો છે કે એની લાકડાની ડિઝાઇન કદી ખરાબ થાય એવી નથી.

peru offbeat news hatke news