Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > 30 કલાક સુધી કૉફિનમાં સૂઈ રહેવાની કપલ્સ માટે ચૅલેન્જ

30 કલાક સુધી કૉફિનમાં સૂઈ રહેવાની કપલ્સ માટે ચૅલેન્જ

12 September, 2019 08:56 AM IST | અમેરિકા

30 કલાક સુધી કૉફિનમાં સૂઈ રહેવાની કપલ્સ માટે ચૅલેન્જ

30 કલાક સુધી કૉફિનમાં સૂઈ રહેવાની કપલ્સ માટે ચૅલેન્જ

30 કલાક સુધી કૉફિનમાં સૂઈ રહેવાની કપલ્સ માટે ચૅલેન્જ


અમેરિકાના મૅરિલૅન્ડના સિક્સ ફ્લૅગ્સ થીમ પાર્કમાં એક કૉમ્પિટિશન યોજાવાની છે. એમાં બે વ્યક્તિઓની જોડીમાં એક કૉફિનમાં લગભગ ૩૦ કલાક ગાળવાની ચૅલેન્જ અપાઈ છે. ૨૭ સપ્ટેમ્બરે સાંજે ચાર વાગ્યે શરૂ થનારી સ્પર્ધા ૨૮મી તારીખે રાત્રે દસ વાગ્યે પૂરી થશે. આ કૉફિનની ચૅલેન્જમાં રોમૅન્ટિક કપલ, ફ્રેન્ડ્સ કે ફૅમિલી-મેમ્બર્સ એમ કોઈ પણ બે વ્યક્તિઓની જોડી બનાવીને ભાગ લઈ શકાશે. આ સ્પર્ધાનો કૅચ એ છે કે પાર્ક જ્યારે ખુલ્લું હોય ત્યારે તેઓ તેમની સાથે એક ફ્રેન્ડને રાખી શકશે, પરંતુ પાર્ક બંધ થાય એટલે તેમની આજુબાજુમાં કોઈ જ નહીં રહે. ભેંકાર અંધારામાં તેમણે કૉફિનમાં સમાઈને રહેવાનું છે. બની શકે કે થીમપાર્કવાળા એ વખતે કંઈક ડરામણા ખેલ કરે. એવા સમયે ડર્યા વિના કૉફિનમાં ચીપકી રહેવું જરૂરી છે.

આ પણ વાંચો : અમેરિકા જવા માટે 32 વર્ષનો ગુજરાતી યુવાન બન્યો 81 વર્ષનો વૃદ્ધ !



આ સમય દરમ્યાન તેઓ સ્માર્ટફોન કે અન્ય કોઈ પણ ઇલે‌ક્ટ્રોનિક ડિવાઇસ વાપરી નહીં શકે. બાથરૂમ-બ્રેક કે જમવાનો લિમિટેડ બ્રેક સિવાય જો કોઈ કૉફિનમાંથી બહાર નીકળશે તો આપમેળે ડિસક્વૉલિફાય થઈ જશે. જીતનાર જોડીને કૅશ પ્રાઇઝ અને ૨૦૨૦ માટે થીમ પાર્કના બે ગોલ્ડ સીઝન પાસ મળશે.


Whatsapp-channel Whatsapp-channel

12 September, 2019 08:56 AM IST | અમેરિકા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK