પાણી પર પેઇન્ટિંગની સદીઓ જૂની કળા હજી પણ જીવંત છે ઉદયપુરમાં

19 October, 2019 10:43 AM IST  |  રાજસ્થાન

પાણી પર પેઇન્ટિંગની સદીઓ જૂની કળા હજી પણ જીવંત છે ઉદયપુરમાં

પાણી પર પેઇન્ટિંગની સદીઓ જૂની કળા હજી પણ જીવંત છે

રાજસ્થાનના ઉદયપુરમાં લગભગ સાડા ત્રણસો વર્ષ જૂની પેઇન્ટિંગ કળા હજીયે જીવંત છે. જળ સાંજી તરીકે ઓળખાતું આ પેઇન્ટિંગ મોટા ભાગે કૃષ્ણમંદિરોમાં જ બને છે. અહીં પાણીના એક મોટા પાત્રમાં કૃષ્ણલીલાનું ચિત્રણ કરવામાં આવે છે. આ કળા ખૂબ જ અઘરી તો છે જ, પણ ખૂબ કાળજી માગી લે એવી છે. સહેજ અમથો વાયરો વાય તોય આ પેઇન્ટિંગ ખરાબ થઈ જાય છે.

જે જળપાત્રમાં ચિત્ર દોરવાનું હોય એ પાત્રમાં પાણી એકદમ સ્થિર થઈ જાય એ પહેલી જરૂરિયાત રહે છે. એ પછી મંદિરના દરવાજા, બારીઓ ચુસ્તપણે બંધ કરી દેવામાં આવે છે જેથી સહેજ પણ પવનની લહેરખી અંદર ન આવે. આ પાત્રને એક વાર જ્યાં સ્થિર કર્યું ત્યાંથી ખસેડી પણ શકાતું નથી એટલે એવા સમયે કલાકારોએ કામ કરવું પડે છે જ્યારે મંદિરમાં કોઈ અવરજવર ન હોય.

આ પણ વાંચો : પિતાએ દીકરા માટે પાંચ કરોડની કાર માત્ર 14 લાખ રૂપિયામાં બનાવી આપી

પાણી સ્થિર થયા બાદ સૂકા રંગોની રંગોળી દ્વારા કૃષ્ણલીલા તાદૃશ્ય કરવામાં આવે છે. એક જળ સાંજી તૈયાર થતાં છથી દસ કલાક લાગે છે અને એ બહુ લાંબો સમય ટકતી પણ નથી.

udaipur offbeat news hatke news