પેઇન્ટિંગનું પૂરું પેમેન્ટ ન મળતાં દીવાલ પર ચીતરી નાખ્યું, પૈસા બાકી છે

09 February, 2020 08:27 AM IST  |  England

પેઇન્ટિંગનું પૂરું પેમેન્ટ ન મળતાં દીવાલ પર ચીતરી નાખ્યું, પૈસા બાકી છે

પેઇન્ટિંગનું પૂરું પેમેન્ટ ન મળતાં દીવાલ પર ચીતરી નાખ્યું

કામ કર્યા પછી એનું વળતર ન મળે કે પછી વળતર ચૂકવનાર વ્યક્તિ તમારા કામમાં ખોડ કાઢે તો કેવું ખરાબ લાગે? આવું જ થયું છે ઇંગ્લૅન્ડના બોલ્સોવરમાં. એક મકાનનું પેઇન્ટિંગ કરાવ્યા બાદ મકાનમાલિક ટેરીએ પેઇન્ટર ડીન રિવસને તેના નીકળતાં નાણાંમાંથી થોડી રકમ (લગભગ ૪૬,૦૦૦ રૂપિયા) ચૂકવવાની બાકી રાખી અને એ મેળવવા માટે બીજાં થોડાં કામ સોંપ્યાં. ડીને નાણાં મળવાની આશાએ એ બધાં કામ પણ પૂરાં કર્યાં. હજી પણ મકાનમાલિક ટેરીએ પૈસા ન આપતાં રોષે ભરાયેલા રીવસે ક્રીમ કલરની દીવાલ પર કાળા રંગમાં મોટા અક્ષરે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

તેણે દીવાલ પર લખ્યું છે કે તમારે ઘરને કલર કરાવવો છે તો કરાવો, પણ ટેરી જેવા કંજૂસ ન બનશો. ડીનનું કહેવું છે કે ક્રિસમસ પછી મને મળેલું આ પહેલું કામ હતું અને મારે ઘણાં બિલ ચૂકવવાનાં બાકી હતાં. મારા પોતાના ખર્ચ માટે પણ પૈસા બચાવવાના હતા.

બીજી તરફ ટેરીનું કહેવું છે કે તે પેઇન્ટરને પૈસા ચૂકવવા તૈયાર છે, પણ ડીને તેને સોંપાયેલાં કામ પૂરાં કર્યાં ન હોવાથી તેના પૈસા અટકાવ્યા છે. હવે હું પેઇન્ટર સામે કેસ નોંધાવવા ઇચ્છું છું. તેણે રોષે ભરાઈને લખેલા મેસેજિસથી મને કોઈ ફરક પડતો નથી. મેં આ કેસ વિશે પોલીસ વિભાગમાં વાત કરી છે.

england offbeat news hatke news