ચોરી કરવા આવેલા માણસને હોટલના માલિકે નોકરી ઑફર કરી

16 April, 2021 09:45 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

અમેરિકાના જ્યોર્જિયાના ઑગસ્ટા પ્રાંતમાં એક હોટલ માલિકની માનવતાએ લાખો લોકોના દિલ જીતી લીધા છે.

ચોરી કરવા આવેલો વ્યક્તિ

અમેરિકાના જ્યોર્જિયાના ઑગસ્ટા પ્રાંતમાં એક હોટલ માલિકની માનવતાએ લાખો લોકોના દિલ જીતી લીધા છે. ડિયાબ્લોઝ સાઉથ-વેસ્ટ ગ્રિલ નામના રેસ્ટૉરાંના માલિક કાર્લ વૉલેસે એક સવારે તેની હોટલનો આગલો દરવાજો તૂટેલો જોયો ત્યારે તેને ઘણો ગુસ્સો આવ્યો હતો. જોકે ગલ્લામાં ઝાઝા પૈસા નહોતા એટલે નોંધપાત્ર પ્રમાણમાં નુકસાન થયું નહોતું. સીસીટીવી ફૂટેજમાં પરોઢિયે ચાર વાગ્યે ચોરને કૅશ રજિસ્ટર-ગલ્લો લઈને જતો જોવા મળ્યો હતો.

થોડા વખતમાં એ હોટલ માલિક કાર્લ વૉલેસમાં હ્રદય પરિવર્તન થયું.

કાર્લ વૉલેસે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘‘ સવારના પહોરમાં અમારા રેસ્ટૉરાંનું બારણું તૂટેલું હતું. એ ચોરને જીવનના નિર્ણયો લેવામાં મુશ્કેલીઓ નડતી હશે કે પૈસાની તંગી સામે ઝઝુમતો હશે. ચોરી કરવા નીકળેલો ભાઈ  નોકરી માટે અરજીઓ કરે તો કેવું સારું ? તેં જે રસ્તો પસંદ કર્યો છે, તેના કરતાં નોકરી-ધંધો કરવામાં ઘણા સારા અવસરો ઉપલબ્ધ છે. તું મને મળવા આવ, મારી હોટલમાં નોકરીની અરજી કરી શકે. હું તને પૂછપરછ નહીં કરું અને ધાક ધમકી નહીં આપું, પોલીસને પણ નહીં બોલાવું. આપણે સાથે મળીને તારું ભવિષ્ય ઉજળું બને તેનો રસ્તો શોધી કાઢીએ. આવ ભાઈ આપણે મળીએ.’’

offbeat news hatke news international news georgia united states of america