ઑલિમ્પિકની તૈયારીમાં જિમ્નૅસ્ટ પિતાને મળ્યો છે 11 મહિનાની દીકરીનો સાથ

17 February, 2020 08:00 AM IST  |  England

ઑલિમ્પિકની તૈયારીમાં જિમ્નૅસ્ટ પિતાને મળ્યો છે 11 મહિનાની દીકરીનો સાથ

ઇંગ્લૅન્ડના એસેક્સનો રહેવાસી ૨૭ વર્ષનો જિમ્નૅસ્ટ મૅક્સ વ્હિટલૉક વેઇટલિફ્ટિંગની એક્સરસાઇઝમાં તેની ૧૧ મહિનાની દીકરી વિલ્લોને ઉપાડે છે. ૨૦૧૬માં બ્રાઝિલની રાજધાની રિયો ડી જાનેરોમાં યોજાયેલી ઑલિમ્પિક્સમાં બે સુવર્ણચંદ્રક મેળવનારા મૅક્સ વ્હિટલૉક ફિટનેસ જાળવવાની સાથે દીકરીને સાચવવા અને રમાડવાની ફરજ પણ નિભાવે છે. હાલમાં તે આવતા જુલાઈ-ઑગસ્ટ મહિનામાં ટોક્યોમાં યોજાનારી ઑલિમ્પિક્સ માટે વેઇટલિફ્ટિંગની એક્સરસાઇઝ કરે છે. બાળકી વિલ્લો માટે તો જિમ્નૅસ્ટિક્સ લોહીમાં છે, કારણ કે તેની મમ્મી પણ જિમ્નૅસ્ટ છે. મૅક્સ વ્હિટલૉકે પોતાની ફિટનેસ મૅન્યુઅલ વ્હિટલૉક વર્કઆઉટ પણ પ્રકાશિત કરી છે.

મૅક્સ અને તેની ૨૮ વર્ષની પત્ની લીયાહ બાળપણનાં પ્રેમી છે. બન્ને ૧૨ વર્ષની આસપાસની ઉંમરે સાઉથ એસેક્સ જિમ્નૅસ્ટિક્સ ક્લબમાં મળ્યાં હતાં. લીયાહે સ્પર્ધામાં ભાગ લેવાને બદલે કોચિંગ પર ધ્યાન આપવા માંડ્યું. વળી દીકરીના જન્મ પછી તે બધું કામકાજ છોડીને સંતાનના ઉછેરમાં સક્રિય રહે છે.

england offbeat news hatke news