રેતશિલ્પીએ તાજમહલ નિહાળતા ડોનલ્ડ ટ્રમ્પ અને મેલાનિયાનું રેતચિત્ર રચ્યું

26 February, 2020 07:43 AM IST  |  Odisha

રેતશિલ્પીએ તાજમહલ નિહાળતા ડોનલ્ડ ટ્રમ્પ અને મેલાનિયાનું રેતચિત્ર રચ્યું

રેતશિલ્પી માનસકુમાર

ઓડિશાના રેતશિલ્પી માનસકુમારે અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને તેમનાં પત્ની મેલાનિયાની તાજમહલ પરિસરમાં ઉપસ્થિતિની પ્રતિકૃતિ સમાન શિલ્પનું સર્જન કર્યું હતું. ડોનલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારના સ્વાગત માટે અન્ય કેટલાક કલાકારોએ વિશિષ્ટ કૃતિઓ રચી છે. ચંડીગઢના કલાકાર અમન સિંહ ગુલાટીએ બદામ વડે ટ્રમ્પનું પોર્ટ્રેઇટ બનાવ્યું છે.

આ પણ વાંચો : 12મી પાસ યુવકે વાહનચોરી અટકાવવા બનાવી ઍપ

ચોખાના દાણાની કલાકૃતિઓ રચતા કલાકાર વેન્કટેશે ‘અમદાવાદ વન મૉલ’ ખાતે મોદી અને ટ્રમ્પનું સહિયારું ચિત્ર રચ્યું છે.

odisha offbeat news hatke news