ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ માટે હીંચકા પર 36 કલાક ઝૂલ્યો ટીનેજર

11 March, 2021 07:15 AM IST  |  New Zealand

ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ માટે હીંચકા પર 36 કલાક ઝૂલ્યો ટીનેજર

36 કલાક ઝૂલ્યો ટીનેજર

ન્યુ ઝીલૅન્ડમાં હૉક્સ-બે નામના વિસ્તારમાં રહેતા ૧૭ વર્ષના ટીનેજર પૅટ્રિક કૂપરે બગીચાના હીંચકા પર સતત ૩૬ કલાક ઝૂલીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ કર્યો છે. શનિવારે સવારે ૧૦.૨૩ વાગ્યે ઝૂલા પર બેઠેલો પૅટ્રિક રવિવારે રાત્રે ૧૦.૨૩ કલાકે (પૂરા ૩૬ કલાક પછી) ઝૂલા પરથી ઊતર્યો હતો. તેણે કહ્યું કે તે સવારે નવ વાગ્યે ઝૂલા પર બેસવાનો હતો પરંતુ અલાર્મ વાગવા છતાં તે સૂતો રહ્યો હોવાથી મોડું થઈ ગયું હતું.

ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ પાસેથી સત્તાવાર રીતે માન્યતા પ્રાપ્ત કરવા પૅટ્રિક તેના આ પ્રયાસનો વિડિયો પુરાવારૂપે પ્રસ્તુત કરશે. આ પહેલાં ૨૦૧૩ના ઑક્ટોબરમાં ન્યુ ઝીલૅન્ડના જ ઍઇમી પાઇવૉટનો સૌથી વધુ સમય ઝૂલા પર વિતાવવાનો રેકૉર્ડ હતો. ઍઇમીએ હીંચકા ઉપર ૩૨ કલાક બે મિનિટ અને ૩ સેકન્ડ વિતાવ્યાં હતાં. આ રેકૉર્ડ દ્વારા પૅટ્રિક કૂપરે સ્ટારશિપ હૉસ્પિટલ માટે ૧૬૦૦ ડૉલર (લગભગ ૧,૧૭ લાખ રૂપિયા) ઊભા કર્યા હતા.

new zealand offbeat news hatke news international news