એવું તે શું છે કે લીલાં-પીળાં ચાર પાન ધરાવતો આ છોડ ચાર લાખમાં વેચાયો?

05 September, 2020 10:46 AM IST  |  New Zealand | Gujarati Mid-day Correspondent

એવું તે શું છે કે લીલાં-પીળાં ચાર પાન ધરાવતો આ છોડ ચાર લાખમાં વેચાયો?

લીલાં-પીળાં ચાર પાન ધરાવતો છોડ

ન્યુ ઝીલૅન્ડમાં અડધાં લીલાં અને અડધાં પીળાં ચાર પાન ધરાવતા છોડની કિંમત ૮૧૫૦ ન્યુ ઝીલૅન્ડ ડૉલર (અંદાજે ૪ લાખ રૂપિયા) ઊપજી છે. ઑનલાઇન ઑક્શનમાં એ છોડની બેઝિક પ્રાઇસ ૧૬૫૦ ન્યુ ઝીલૅન્ડ ડૉલર (૮૧,૧૪૮ રૂપિયા) નક્કી કરવામાં આવી હતી.
રંગોની ઝાંયના આધારે કરવામાં આવતા વર્ગીકરણ અનુસાર એ છોડ રેફિડોફોરા ટેટ્રાસ્પર્મા અથવા ફિલોડેન્ડ્રોન મિનિમા તરીકે ઓળખાય છે. લિસ્ટિંગમાં એ છોડના ૮૦૦૦ વ્યુઝ નોંધાયા હતા. જીવશાસ્ત્ર-વનસ્પતિશાસ્ત્રમાં પાનના રંગોનું પ્રકાશ સંશ્લેષણના આધારે રસપ્રદ વિશ્લેષણ કરવામાં આવે છે.

new zealand offbeat news hatke news international news