20000 કિલોમીટર દૂરના બે જણે અર્થ સૅન્ડવિચ બનાવી

23 January, 2020 09:45 AM IST  |  Asia

20000 કિલોમીટર દૂરના બે જણે અર્થ સૅન્ડવિચ બનાવી

આ બે જણે અર્થ સૅન્ડવિચ બનાવી

ન્યુ ઝીલૅન્ડ અને સ્પેનમાં બેઠેલા બે જણે પૃથ્વીના ચોક્કસ ઠેકાણે બ્રેડ મૂકીને ‘અર્થ સૅન્ડવિચ’ બનાવી છે. ન્યુ ઝીલૅન્ડના ઓકલૅન્ડ શહેરના રહેવાસી એટિન નૉડે જણાવ્યું કે ‘હું ઘણાં વર્ષોથી આવી સૅન્ડવિચ બનાવવા તત્પર હતો, પરંતુ બીજા છેડે દક્ષિણ સ્પેનમાં કોઈકને શોધતો હતો.

વિશ્વની બીજી બાજુ યોગ્ય વ્યક્તિને શોધવા માટે મેં સોશ્યલ મીડિયા પર સંદેશ મોકલવા માંડ્યા હતા. મને ૩૪ વર્ષના શેફ એન્જેલ સિયેરાએ જવાબ આપ્યો. પૃથ્વીના બે છેડે બેઠેલા માણસો કેવી રીતે સહકારપૂર્વક કામ કરી શકે એનું ઉદાહરણ આપવા માટે તેમણે કામ સ્વીકાર્યું હતું.’ 

આ પણ વાંચો : લાંચ ન મળતાં બાળકોના જન્મના પ્રમાણપત્રમાં 100 વર્ષ જોડી દીધાં

એન્જેલ સિયેરાએ જણાવ્યું કે ‘પૃથ્વીનો ૧૨,૭૨૪ કિલોમીટરનો ભાગ બ્રેડની બે સ્લાઇસ વચ્ચે આવે એ રીતે અંતર રાખીને ચોક્કસ અક્ષાંશ અને રેખાંશ પર ગોઠવવાની વ્યવસ્થા કરવાની હતી. એ વ્યવસ્થામાં બન્ને વ્યક્તિઓ વચ્ચે ૨૦,૦૦૦ કિલોમીટરનું અંતર રહે છે. બન્ને સ્થળો વચ્ચે સમયનો તફાવત ૧૨ કલાકનો હોવાથી સમસ્યા હતી. એટિન નૉડે સેંકડો કિલોમીટરનો પ્રવાસ કરવાનો હતો અને મારે ૧૧ કિલોમીટરનો પ્રવાસ કરવાનો હતો.’

new zealand spain offbeat news hatke news