આ મહિલા ફિઝિકલી ચૅલેન્જ્ડ છે, પણ સંભાળે છે બબ્બે ગામની સરપંચગીરી

26 November, 2020 07:28 AM IST  |  Nashik | Gujarati Mid-day Correspondent

આ મહિલા ફિઝિકલી ચૅલેન્જ્ડ છે, પણ સંભાળે છે બબ્બે ગામની સરપંચગીરી

આ મહિલા ફિઝિકલી ચૅલેન્જ્ડ છે

નાશિકની ૩૪ વર્ષની કવિતા ભોંડવે તેની શારીરિક અક્ષમતાઓ છતાં પચીસ વર્ષની વયે ડિંડોરી તાલુકાનાં દહેગામ અને વાગળ એમ બે ગામની સરપંચ બની હતી. હાલમાં તેનો સરપંચ તરીકેનો બીજો કાર્યકાળ ચાલે છે.

તેની શારીરિક અવસ્થાને લીધે તેને ઘણું સામાજિક પ્રેશર અને પૂર્વગ્રહોનો સામનો કરવો પડ્યો હતો. અનેક વાર હાંસીપાત્ર બન્યા છતાં તેણે હાર માન્યા વિના ગામો માટે કામ કરવાનું ચાલુ રાખ્યું. તેણે ગામમાં પીવાનું પાણી, ગામમાં રસ્તાઓ બનાવવામાં તેમ જ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબોને ઘર અપાવવામાં કાબિલેદાદ મદદ કરી છે.

જોકે પોતાની આ સિદ્ધિ માટે કવિતા તેના પરિવારને શ્રેય આપે છે. તેના ભાઈ અને પિતા તેમને પંચાયતની ઑફિસમાં લાવવા-લઈ જવાનું કામ કરતા હતા. કવિતાના પિતાએ જ તેને ગ્રામપંચાયતની ચૂંટણી લડવા પ્રોત્સાહન આપ્યું હતું. ગ્રામપંચાયત સાથે સંકળાયેલી ન હોવા છતાં તે ઉપરાઉપરી બે વખત સર્વાનુમતે ચૂંટાઈ આવી. પચીસ વર્ષની વયે તેનું સરપંચ બનવું ઘણાને નહોતું ગમ્યું. કવિતાએ ગ્રામપંચાયતની કાર્યશૈલીમાં ઘણા ફેરફાર કર્યા છે અને બન્ને ગામોમાં મહિલાઓ માટે સ્વસહાય ગ્રુપ તૈયાર કર્યાં છે.

nashik offbeat news hatke news