મિસ ઇંગ્લૅન્ડ-2019 તાજ છોડીને હૉસ્પિટલમાં કોરોનાની ડ્યુટીએ લાગી

09 April, 2020 07:14 AM IST  |  England | Gujarati Mid-day Correspondent

મિસ ઇંગ્લૅન્ડ-2019 તાજ છોડીને હૉસ્પિટલમાં કોરોનાની ડ્યુટીએ લાગી

મિસ ઇંગ્લૅન્ડ

નવ વર્ષની વયે કલકત્તાથી ઇંગ્લૅન્ડ ગયેલી ભાષા મુખરજી ઑગસ્ટ, ૨૦૧૯માં મિસ ઇંગ્લૅન્ડ બની હતી. ડિસેમ્બર, ૨૦૧૯માં યોજાનારી મિસ વર્લ્ડની સ્પર્ધા માટે તેણે તેની કારકિર્દીમાંથી ટૂંક સમયનો બ્રેક લીધો હતો. જોકે કોરોના વાઇરસના પ્રસાર વચ્ચે તેણે જુનિયર ડૉક્ટર તરીકેની તેના કાર્યભારને ફરી સંભાળવાનો નિર્ણય લીધો હતો.

બ્રિટિશ ઇન્ડિયન ભાષા મુખરજીને અનેક ચૅરિટેબલ સર્વિસિસ તરફથી બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બનવા ઑફરો મળી રહી છે. આવી જ એક ઑફરના ભાગરૂપે કોવેન્ટ્રી મેર્સિયા લાયન્સ ક્લબ7ની બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર તરીકે હાલમાં માર્ચ મહિનામાં જ કલકત્તાની ચાર અઠવાડિયાંની મુલાકાતે ગઈ હતી, પરંતુ કોરોનાના પ્રસાર વચ્ચે તેના દેશમાં પ્રવર્તતી સ્થિતિને જોતાં તેણે બધું જ છોડીને પોતાના દેશવાસીઓની સેવા કરવાનો નિર્ણય લીધો હતો.

શ્વસન સંબંધી દવાઓમાં સ્પેશ્યલાઇઝેશન ધરાવતી ભાષાને ઇંગ્લૅન્ડમાં પ્રવર્તતી સ્થિતિ વિશે જાણ કરતાં સહકર્મચારીઓના સંદેશા મળ્યા હતા. ત્યાર બાદ તેણે હૉસ્પિટલના મૅનેજમેન્ટ સાથે વાત કરી કામ પર પાછા ફરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

લગભગ બે અઠવાડિયાં માટે આઇસોલેશનમાં રહી પોતાની તબિયત વિશે ચોક્કસ થયા બાદ તે કોરોના પેશન્ટ માટે કામે લાગશે.

england offbeat news hatke news international news