ગુફામાંથી મળ્યા માનવીના લાખ વર્ષ જૂના અવશેષો

11 May, 2021 10:59 AM IST  |  Italy | Gujarati Mid-day Correspondent

ઇટલીના આર્કિયોલૉજિસ્ટને રોમથી લગભગ ૧૦૦ કિલોમીટર દૂર આવેલી દક્ષિણ-પૂર્વની ગુફાઓમાંથી નિએન્ડરથલ્સના અવશેષો મળી આવ્યા છે, જે લગભગ ૧,૦૦,૦૦૦ વર્ષ જૂના હોવાનું મનાય છે.

અવશેષો

ઇટલીના આર્કિયોલૉજિસ્ટને રોમથી લગભગ ૧૦૦ કિલોમીટર દૂર આવેલી દક્ષિણ-પૂર્વની ગુફાઓમાંથી નિએન્ડરથલ્સના અવશેષો મળી આવ્યા છે, જે લગભગ ૧,૦૦,૦૦૦ વર્ષ જૂના હોવાનું મનાય છે. પુરાતત્ત્વવિદોએ સાનફેલિસ સિસિરોના દરિયાકાંઠે આવેલી દ્વાટારી ગુફામાંથી નવ નિએન્ડરથલ્સના અવશેષો શોધી કાઢ્યા હતા, જે હાઇનાસ દ્વારા મારવામાં આવ્યા હોવાનું મનાઈ રહ્યું છે. ત્યાર બાદ પુરાતત્ત્વવિદોની ટુકડીએ ખોપરીના ટુકડા અને તૂટેલાં જડબાં પણ શોધી કાઢ્યાં હતાં. નવ અવશેષોમાં સાત પુખ્ત પુરુષોના, એક પુખ્ત મહિલાના તથા એક યુવાનના અવશેષો છે, જે મોટે ભાગે ૫૦,૦૦૦થી ૬૮,૦૦૦ વર્ષ જૂના હોવાનું મનાય છે. આ અગાઉ ૧૯૩૯માં સંશોધન હાથ ધરાયું હતું.

એક માન્યતા મુજબ લગભગ ૬૦,૦૦૦ વર્ષ પહેલાં ધરતીકંપ થયો હોઈ શકે છે, જેના કારણે લાખો વર્ષ જૂની આ ગુફામાં અવશેષો પડી રહ્યા હોઈ શકે છે.

offbeat news hatke news italy