દિવ્યાંગોની ફરિયાદ સાંભળીને સચ્ચાઈ સમજવા મેયર ખુદ દિવ્યાંગ બન્યા

14 July, 2019 11:03 AM IST  |  મેક્સિકો

દિવ્યાંગોની ફરિયાદ સાંભળીને સચ્ચાઈ સમજવા મેયર ખુદ દિવ્યાંગ બન્યા

દિવ્યાંગોની ફરિયાદ સાંભળીને સચ્ચાઈ સમજવા મેયર ખુદ દિવ્યાંગ બન્યા

મેક્સિકોના ચિહુઆહુઆ પ્રાંતના ક્યુટોમોક શહેરના મેયર કાર્લોસ ટેને કેટલાક દિવ્યાંગો દ્વારા અવારનવાર ફરિયાદ મળતી હતી કે તેઓ જ્યારે સરકારી ઑફિસોમાં કામ માટે જાય છે ત્યારે તેમની સાથે બહુ ખરાબ રીતે વર્તન કરવામાં આવે છે.કાર્લોસે જ્યારે એની પૂછતાછ કરી તો ઑફિસરો દ્વારા કંઈ ખરાબ થતું હોય એવું જાણવા મળ્યું નહીં એટલે તેણે ફર્સ્ટ હૅન્ડ એક્સ્પિરિયન્સ માટે દિવ્યાંગ હોવાનું નાટક કર્યું.

આ પણ વાંચોઃ Jonita Gandhi: મૂળ ગુજરાતી છે આ ગ્લેમરસ યુટ્યુબ સ્ટાર અને બોલીવુડ સિંગર

તેઓ દિવ્યાંગ બનીને એ તમામ સરકારી વિભાગોમાં ગયા જ્યાં દિવ્યાંગોએ ગેરવર્તણૂકની ફરિયાદ કરેલી. સોશ્યલ સર્વિસીઝ ઑફિસની બહાર તેઓ બે મહિના સુધી અવારવાર વ્હીલચૅર પર દિવ્યાંગ બનીને ફરતા રહ્યા. મન્કી કૅપ, કાનમાં બૅન્ડેજ, સ્વેટર અને કાળાં ચશ્માં લગાવીને તેઓ દિવ્યાંગ બન્યા હતા. તેમની સાથે જે વર્તણૂક થઈ એ પરથી ખબર પડી કે વાસ્તવમાં અધિકારીઓ દિવ્યાંગોની મદદ નહીં, પણ હેરાનગતિ કરી રહ્યા છે. બસ, એ પછી તેમણે પોતાના અસલી રૂપમાં આવીને જવાબદારી અધિકારીઓને સીધાદોર કરી નાખ્યા હતા.

mexico hatke news offbeat news