મૅરેજ બ્યુરોએ મુરતિયો ન શોધી આપ્યો એટલે યુવતીને એક લાખ પાછા આપવા પડશે

04 October, 2019 10:33 AM IST  |  ચંદીગઢ

મૅરેજ બ્યુરોએ મુરતિયો ન શોધી આપ્યો એટલે યુવતીને એક લાખ પાછા આપવા પડશે

પ્રતીકાત્મક તસવીર

લગ્ન માટે તમે કોઈક મૅરેજ બ્યુરોમાં નામ નોંધાવો, ફીઝ ભરો અને પછી પણ જો તમને ત્યાંથી મનગમતો જીવનસાથી ન મળે તો શું થાય? ચંડીગઢમાં આવા એક કિસ્સામાં કન્ઝયુમર ફોરમે મૅરેજ બ્યુરોને સર્વિસમાં બેદરકારી બદલ ઉમેદવાર યુવતીને એક લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. વાત એમ હતી કે યુવતીની મમ્મીએ ૨૦૧૭ના ઑગસ્ટ મહિનામાં વે‌‌ડિંગ વિશ નામના મૅરેજ બ્યુરોમાં ૮૦,૦૦૦ રૂપિયા ભરીને રૉયલ ગોલ્ડ મૅમ્બરશિપ લીધી હતી. એ પછી મૅરેજ બ્યુરોએ સ્કીમ હેઠળ મુરતિયાઓના પ્રોફાઇલ મોકલવાનું પણ શરૂ કર્યું.

જોકે એ પછી યુવતીના પરિવારે જે ઉમેદવારોની પસંદગી કરી અને મીટિંગ ગોઠવી આપવાનું કહ્યું એમાં વાત આગળ વધી જ નહીં. બ્યુરોએ એક પણ મુરતિયા કે પરિવાર સાથે મીટિંગ કરાવી જ નહીં. જ્યારે યુવતીની મમ્મીએ મૅરેજ બ્યુરો પાસેથી ફીઝ રિફન્ડ કરવાનું કહ્યું તો નનૈયો ભણી દીધો.

આ પણ વાંચો : 27 ડૉગી પાળ્યા આ બહેને અને દરેકને આપ્યું સેલિબ્રિટી જેવું નામ

આખરે તેની મા કન્ઝ્યુમર ફોરમમાં ફરિયાદ લઈને ગઈ જ્યાં ફોરમે યુવતીને ૮૦,૦૦૦ રૂપિયાની ફી ૯ ટકાના વાર્ષિક વ્યાજ અને કેસના ખર્ચ પેટે ૧૦,૦૦૦ રૂપિયા એમ કુલ લાખ રૂપિયા આપવાનો આદેશ કર્યો હતો.

chandigarh offbeat news hatke news