આ ભાઈએ માત્ર 6900 રૂપિયાના કરિયાણા માટે 8.80 લાખ રૂપિયા ચૂકવ્યા

19 April, 2020 02:33 PM IST  |  Chicago | Gujarati Mid-day Correspondent

આ ભાઈએ માત્ર 6900 રૂપિયાના કરિયાણા માટે 8.80 લાખ રૂપિયા ચૂકવ્યા

8.80 લાખ રૂપિયાનું બિલ

શિકાગોના સાઉથ લૂપસ્થિત મરીના ગ્રોસરી સ્ટોરમાંથી ૯૧ ડૉલર (અંદાજે ૬૯૦૦ રૂપિયા) જેટલી કિંમતનો કરિયાણાનો સામાન લઈને ઘરે પહોંચેલા નિક બ્લાનુશાને ખ્યાલ આવ્યો કે સ્ટોરવાળાએ તેમની પાસેથી લગભગ ૧૧,૫૦૦ ડૉલર (અંદાજે ૮.૮૦ લાખ રૂપિયા) લીધા છે. તેણે પોતાના ડેબિટ કાર્ડ વડે સ્ટોરના બિલની રકમ ચૂકવી હતી અને રસીદ પર સહી કરતી વખતે પણ ખ્યાલ ન આવ્યો અને ઘરે જઈને બૅન્ક-અકાઉન્ટમાં બૅલેન્સ તપાસ્યું તો ઠન ઠન ગોપાલ થઈ ગયાનો ખ્યાલ આવ્યો હતો. નિક બ્લાનુશાએ સ્ટોરના મૅનેજરને એ વાત જણાવી ત્યારે તેણે કહ્યું કે વધારેની રકમ પાછી ચૂકવતાં પાંચેક દિવસો પસાર થશે. કંપનીએ ભૂલ કેવી રીતે થઈ એનું કારણ ન જણાવ્યું, પણ માફી માગતું નિવેદન બહાર પાડ્યું હતું.

chicago offbeat news hatke news international news