પત્ની સાથે ઝઘડો કરીને પતિદેવ મોબાઇલ ટાવર પર ચડી ગયા

29 September, 2020 07:20 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

પત્ની સાથે ઝઘડો કરીને પતિદેવ મોબાઇલ ટાવર પર ચડી ગયા

પતિદેવ મોબાઇલ ટાવર પર ચડી ગયા

લગ્નજીવનમાં ઝઘડા તો થાય, પણ એને કારણે સમાજમાં તાયફો પેદા કરનારા લોકો પણ કંઈ ઓછા નથી. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં તેજપાલ સિંહ નામના ભાઈસાહેબ રવિવારે સવારે મોબાઇલ ટાવર પર ચડી ગયા. વાત એમ હતી કે ઘરમાં પત્ની સાથે ઝઘડો થયા પછી તેમણે આ કારનામું કરેલું. સ્થાનિક ઑથોરિટીએ તેને બાવડેથી ઝાલીને નીચે ઉતાર્યો અને આવું પાગલપણું કરવાનું કારણ પૂછ્યું તો તેનું કહેવું હતું કે તેની સેકન્ડ વાઇફ તેને બહુ હેરાન કરે છે અને ખોટા આરોપો મૂકીને પોલીસને પકડાવી દેવા માગે છે.

થોડાક મહિના પહેલાં ફિરોઝાબાદમાં એક માણસ ફ્રેશ ઍર લેવા માટે સેલ ફોન ટાવર પર ચડી ગયો હતો.

uttar pradesh offbeat news hatke news national news