40મો જન્મદિન ઊજવવા 14 મહિના પહેલાં મૅક્‍ડોનલ્ડ્સ મીલ બગીચામાં દાટ્યું

23 February, 2020 07:31 AM IST  |  England

40મો જન્મદિન ઊજવવા 14 મહિના પહેલાં મૅક્‍ડોનલ્ડ્સ મીલ બગીચામાં દાટ્યું

ઇંગ્લૅન્ડના સાઉથ યૉર્કશરના બાર્નસ્લીમાં રહેતા મૅટ નદીને માઇલ સ્ટોન બર્થ-ડે સેલિબ્રેશન માટે આઇડિયા લડાવ્યો હતો. મૅટ નદીને તેના ૧૪ મહિના પહેલાં (૨૦૧૮ના નવેમ્બર મહિનામાં) મૅક્‍ડોનલ્ડ્સનું બિગ મેક મીલ ફ્રાઇઝ અને ચૉકલેટ મિલ્ક શેક સહિત મિત્રના બગીચામાં દાટી દીધું હતું.

ત્રણ બાળકોના પિતા મૅટ નદીને ૩૯મા બર્થ-ડે પહેલાં મૅટ નદીને મૅક્‍ડોનલ્ડ્સનું બિગ મેક મીલ ખરીદીને પ્લાસ્ટિકના કન્ટેનરમાં પૅક કરીને મિત્રના ઘરના બગીચામાં દાટી દીધું હતું. એ મેક મીલ ખાઈને મૅટ નદીને ૪૦મો જન્મદિવસ ઊજવવાનું નક્કી કર્યું હતું, પરંતુ ગયા નવેમ્બર મહિનામાં ૪૦મા જન્મદિવસે બગીચામાંથી એ મેક મીલ કાઢવાનું અનુકૂળ નહોતું, પરંતુ થોડા દિવસ પહેલાં અનુકૂળતા થતાં મિત્રના ઘરના બગીચામાંથી મેક મીલ કાઢીને મૅક્‍ડોનલ્ડ્સની રેસ્ટોરાંમાં લઈ જઈને ખાધું એનો વિડિયો યુટ્યુબ પર પૉપ્યુલર થયો છે.

આ પણ વાંચો : જપાનનો આ સ્માર્ટફોન અભદ્ર ફોટો નથી લેવા દેતો

જમીનમાં મૂકેલાં બર્ગર, ફ્રેન્ચફ્રાઇઝ અને મિલ્ક શેકનો ટેસ્ટ અને લુક સાવ જ બદલાઈ ગયો હતો છતાં આ ભાઈએ પોતાના વ્યુઅર્સની સામે એ ભોજન આરોગ્યું. નવાઈની વાત એ છે કે બગડી ગયેલું ખાવાનું ખાધા પછી પણ તેને કંઈ નહોતું થયું.

england offbeat news hatke news