સતત 100 દિવસ માટે કેએફસીનું મીલ ખાવાની પ્રતિજ્ઞા લીધી છે આ ભાઈએ

09 October, 2020 07:31 AM IST  |  Australia | Gujarati Mid-day Correspondent

સતત 100 દિવસ માટે કેએફસીનું મીલ ખાવાની પ્રતિજ્ઞા લીધી છે આ ભાઈએ

આ ભાઈને જન્ક-ફૂડની ચેઇન રેસ્ટોરાં કેએફસીનો જબરો ચસકો છે

ઑસ્ટ્રેલિયામાં રહેતા સીમસ મર્ફી નામના ભાઈ જન્ક-ફૂડની ચેઇન રેસ્ટોરાં કેએફસીનો જબરો ચસકો છે. તેણે રોજ આ રેસ્ટોરાંમાં મળતું ઝિંગર બૉક્સ ખાવાનું નક્કી કર્યું છે અને પોતાના એ ઇટિંગ સેશનને સોશ્યલ મીડિયામાં લાઇવ પણ બતાવે છે. આ બૉક્સમાં ચાર-પાંચ વાનગીઓનું કૉમ્બિનેશન અને સાથે સૉફ્ટ ડ્રિન્ક્સ હોય છે. અત્યાર સુધીમાં ઑલરેડી ૪૫ દિવસ તો તેણે આ રુટિન ફૉલો કરી લીધું છે અને તેને લાગે છે કે સો દિવસ સુધી આ જ ખાવાનું ખાવામાં તેને કોઈ તકલીફ નથી પડવાની. જો સળંગ તે ૧૦૦ દિવસ આ ફૂડ ખાશે તો ટોટલ ૪,૮૬,૫૦૦ કૅલરી પેટમાં નાખશે.

આ પ્રયોગ શરૂ કર્યાને પાંચ દિવસ થયા એમાં જ તેનું વજન એક વધી ગયું હતું. એક મીલ બૉક્સ લગભગ ૬૦૦ રૂપિયાનું આવે છે એ જોઈએ તો ૧૦૦ દિવસમાં તે લગભગ ૬૦,૦૦૦ રૂપિયા એની પાછળ ખરચશે અને ઉપરથી જે કૅલરી પેટમાં પધરાવશે એનાથી તેના વજન પર શું અસર થશે એ જોવાનું રહેશે.

australia offbeat news hatke news international news