વાઘ સામે મરવાનું નાટક કરીને જીવ બચાવ્યો

28 January, 2020 07:21 AM IST  |  Mumbai

વાઘ સામે મરવાનું નાટક કરીને જીવ બચાવ્યો

વાઘ

આપણે બાળપણમાં વાર્તા સાંભળી જ હશે કે જંગલમાં ફરતા બે મિત્રોની સામે વાઘ આવી જતાં એક મિત્ર ફટાફટ ઝાડ પર ચડી જાય છે, જ્યારે બીજો ચડી ન શકતાં તે જમીન પર એમ જ શ્વાસ રોકીને મરી ગયો હોવાનું નાટક કરીને સૂઈ જાય છે. વાઘ તેને મરેલો જાણીને ત્યાંથી જતો રહે છે. આ વાર્તા મહારાષ્ટ્રના ભંડારા શહેરમાં સાચી પડી છે. આઇએફએસ ઑફિસર પ્રવીણ કાસવાને ટ્‍‍વિટર પર એક વિડિયો પોસ્ટ કર્યો છે જેમાં અચાનક જ ખેતરમાં વાઘ આવી ચડતાં લોકોમાં નાસભાગ મચી છે. એક માણસ વાઘના હાથમાં આવી જાય છે. માણસની છાતી પર વાઘ પંજો મૂકે છે એટલે પેલા ભાઈ શ્વાસ રોકીને મરવાનું નાટક કરે છે. વાઘ થોડીક સેકન્ડ્સ એમ જ તેની પાસે બેસે છે, પણ આજુબાજુના લોકો વાઘ પર પત્થરમારો કરીને તેને ભગાડી મૂકે છે. જેવો વાઘ દૂર જાય છે કે જમીન પર પડેલો માણસ ઊભો થઈને બીજી તરફ ભાગી નીકળે છે.

આ પણ વાંચો : દેશની પહેલી ટ્રાન્સજેન્ડર પત્રકારે લગ્ન કર્યા

૨૫મી જાન્યુઆરીએ પોસ્ટ થયેલો આ વિડિયો સોશ્યલ મીડિયામાં જબરો વાઇરલ થયો છે અને વાઘ પાસેથી જીવ બચાવનાર વ્યક્તિની સૂઝબૂઝ માટે ચોમેરથી વખાણ થઈ રહ્યા છે.

maharashtra offbeat news hatke news