દેશની પહેલી ટ્રાન્સજેન્ડર પત્રકારે લગ્ન કર્યા

Published: Jan 28, 2020, 07:21 IST | Kerala

દેશની પહેલી ટ્રાન્સવુમન જર્નાલિસ્ટ હિદી સાદિયાએ રવિવારે એર્નાકુલમના કારાયોગ્યમમાં અથર્વ મોહન સાથે લગ્ન કર્યા હતા.

ટ્રાન્સજેન્ડર પત્રકારે લગ્ન કર્યા
ટ્રાન્સજેન્ડર પત્રકારે લગ્ન કર્યા

લગ્ન એ જીવનનો સૌથી રોમાંચક પ્રસંગ છે. એક સમય હતો જ્યારે ટ્રાન્સજેન્ડરનું નામ સાંભળીને નાકનું ટીચકું ચઢાવવામાં આવતું હતું, પરંતુ બદલાતા જમાના સાથે હવે ટ્રાન્સજેન્ડરને પણ સમાજમાં માન-સન્માન મળતું થયું છે. 

રાજ્ય સરકાર દ્વારા સ્પેશ્યલ મેરેજ ઍક્ટ હેઠળ કરાયેલી જોગવાઈ હેઠળ ટ્રાન્સજેન્ડરના લગ્નનો આ ચોથો બનાવ છે. ચંદ્રયાન-2ના લૉન્ચિંગનું રિપોર્ટિંગ કરી હિદી જાણીતી બની હતી. 

હિદી સાદિયા ટ્રાન્સજેન્ડર અને મેક-અપ આર્ટિસ્ટની દીકરી છે, જ્યારે અથર્વ મોહન ટ્રાન્સજેન્ડર યુગલ ઇશાન કે. શાન અને સૂર્યાનો દત્તકપુત્ર છે.

આ પણ વાંચો : એન્ટાર્કટિકામાં બરફની પરતની નીચે દસ મિનિટ તરનારો પહેલો નરબંકો છે આ ઍથ્લીટ

હિદી સાદિયા દેશના પ્રથમ ટ્રાન્સજેન્ડર જર્નાલિસ્ટ છે, તેણે ત્રિવેન્દ્રમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ જર્નાલિઝમથી ઇલેક્ટ્રૉનિક મીડિયામાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરીને ગયા વર્ષે ૩૧ જાન્યુઆરીથી જર્નાલિસ્ટ તરીકેની તેની કરીઅરની શરૂઆત મલયાલમ ભાષાના કૈરાલી ન્યુઝ ચૅનલથી કરી હતી. ચંદ્રયાદ-2ના લૉન્ચિંગનું રિપોર્ટિંગ કરતી વખતે લોકોના ધ્યાનમાં આવી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK