લશ્કરી અધિકારી ભરતે બે વિશ્વ વિક્રમથી ભારતનું નામ રોશન કર્યું

09 April, 2021 08:57 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

લેફ્ટનન્ટ કર્નલ ભરતને બેઉ ઉપલબ્ધિ બદલ થોડા દિવસ પહેલાં જ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના સત્તાધીશો તરફથી સર્ટિફિકેટ મળ્યા છે

ભરત પન્નુ

ભરત પન્નુ નામના ભારતીય લશ્કરના ઉચ્ચ અધિકારી દેશની રક્ષા કરવાની સાથે દેવાસીઓને બીજી આપિત્તમાં મદદરૂપ થવા તેમ જ સેવા આપવામાં વ્યસ્ત રહ્યા છે, પરંતુ એ સાથે તેમણે બે અંગત સિદ્ધિ હાંસલ કરીને દેશનું નામ વધુ રોશન કરવામાં યોગદાન આપ્યું છે. લેફ્ટનન્ટ કર્નલ ભરતને આ બેઉ ઉપલબ્ધિ બદલ થોડા દિવસ પહેલાં જ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના સત્તાધીશો તરફથી સર્ટિફિકેટ મળ્યા છે. અલ્ટ્રા-સાઇક્લિંગના બન્ને વિક્રમો ફાસ્ટેસ્ટ સોલો સાઇક્લિંગને લગતા છે.

ગયા વર્ષે ઑક્ટોબરની ૧૦મી તારીખે ભરતે લેહથી મનાલી સુધીનું ૪૭૨ કિલોમીટરનું અંતર માત્ર ૩૫ કલાક, ૨૫ મિનિટમાં પૂરું કર્યું હતું. તેમણે છ દિવસ બાદ ગોલ્ડન ક્વૉડ્રીલેટરલ’ રુટ માં કુલ ૫૯૪૨ કિલોમીટરનું અંતર સાઇકલ પર પ્રવાસ કરીને પૂરું કર્યું હતું અને એ સાથે તેમણે એ જ મહિનામાં બીજો વિક્રમ નોંધાવ્યો હતો. તેમનો અે પ્રવાસ ૧૬ ઑક્ટોબરે દિલ્હીમાં ઇન્ડિયા ગેટ ખાતે શરૂ થયો હતો અને ૩૦મી ઑક્ટોબરે એ જ સ્થળે પૂરો થયા હતો. ૧૪ દિવસની એ ટૂરમાં તેમણે સાઇકલ પર દિલ્હીથી મુંબઈ, ચેન્નઈ અને કલકતાને આવરી લીધા હતા.

offbeat news national news guinness book of world records