11,000 ફુટ નીચે મળી બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન દરિયામાં ડૂબી ગયેલી સબમરીન

13 March, 2020 10:45 AM IST  | 

11,000 ફુટ નીચે મળી બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન દરિયામાં ડૂબી ગયેલી સબમરીન

સબમરીન

બીજા વિશ્વયુદ્ધના સમયની સબમરીનનો ભંગાર સંશોધકોને દરિયાની સપાટીથી ૧૧,૦૦૦ ફુટ નીચેથી મળ્યો છે. સ્ટિકલબૅક નામની આ સબમરીન ૧૯૫૮ની ૨૮ મેના દિને ઓહુમા બાર્બર્સ પૉઇન્ટથી ૧૯ કિલોમીટરના અંતરે એક મિલિટરી એક્સરસાઇઝ દરમ્યાન ડૂબી ગઈ હતી.

સ્ટિકલબૅક ૩૧૧ ફુટ લાંબી છે અને ૧૦ ટૉર્પિડો ટ્યુબથી એ બનાવવામાં આવી છે. આ યુદ્ધજહાજ ૧૯૪૫ની ૨૯ માર્ચે બીજા વિશ્વયુદ્ધ માટે તૈયાર કરવામાં આવી હતી અને કોરિયન તથા કોલ્ડ વૉરમાં સક્રિય રહ્યા પછી ૧૯૫૧ની ૯ સપ્ટેમ્બરે કૅલિફૉર્નિયાના સૅન ડિયેગોમાં ટ્રેઇનિંગ શિપ તરીકે સેવા આપવા પાછી સક્રિય કરવામાં આવી હતી.

આ પણ વાંચો : શિવાજી મહારાજનું મોઝેઇક પૉર્ટ્રેટ રચીને મુંબઈના ઍનિમેટરે વિશ્વવિક્રમ કર્યો

લાંબા સમયથી ખોવાઈ ગયેલા બીજા વિશ્વયુદ્ધના જહાજ અને સબમરીન શોધનારા લૉસ્ટ ફિફ્ટીટૂ પ્રોજેક્ટ દ્વારા આ સબમરીનની શોધ કરવામાં આવી હતી. લશ્કરી કવાયત દરમ્યાન સ્ટિકલબૅકે પાવર ગુમાવતાં એ ડૂબીને દરિયાના તળિયે પહોંચી ગઈ હતી. જહાજમાં ઇમર્જન્સી બુયન્સી બેલ્ટ ઉમેરવામાં આવ્યો હતો જેથી ઝડપથી જહાજને સપાટી પર અને ડિસ્ટ્રોયર એસ્કોર્ટમાં લાવી શકાયું હતું. બચાવકર્તા ટુકડીએ જહાજને ફરી સપાટી પર લાવવાની કોશિશ કરી હતી, પરંતુ એના કમ્પાર્ટમેન્ટમાં પાણી ભરાઈ ગયું હોવાથી એ શક્ય બની શક્યું નહોતું અને હવે ૬૨ વર્ષ પછી એને શોધી કાઢવામાં આવ્યું.

offbeat news hatke news