સોશ્યલ મીડિયા પર મળેલી હમશકલ જોડિયા બહેન નીકળી

09 May, 2021 10:26 AM IST  |  China | Gujarati Mid-day Correspondent

કહેવાય છે કે દુનિયામાં એક જ ચહેરો ધરાવતી સાત વ્યક્તિ હોય છે. આમાં જોડિયા ભાઈ-બહેનોની પણ ગણતરી થઈ જાય છે. જોકે તેઓ તો જન્મથી સાથે જ હોય છે એટલે જાણ હોય જ, પણ સોશ્યલ મીડિયા પર તમારી હમશકલ જોવા મળે તો તમે શું કરો?

હમશકલ જોડિયા બહેન

કહેવાય છે કે દુનિયામાં એક જ ચહેરો ધરાવતી સાત વ્યક્તિ હોય છે. આમાં જોડિયા ભાઈ-બહેનોની પણ ગણતરી થઈ જાય છે. જોકે તેઓ તો જન્મથી સાથે જ હોય છે એટલે જાણ હોય જ, પણ સોશ્યલ મીડિયા પર તમારી હમશકલ જોવા મળે તો તમે શું કરો? ચીનના સોશ્યલ મીડિયા પર ચેંગ કે.કે.ની નાની બહેને તેની હમશકલ શોધ્યા બાદ ચીનના હેનાન પ્રાંતમાં ઝેંગઝુ શહેરમાં ચેંગ કે.કે. અને ઝાંગ લી નામની બે મહિલાઓ જાન્યુઆરી મહિનામાં મળી હતી. 

બન્ને એટલી સમાન દેખાતી હતી કે ટૂંક સમયમાં તેમની વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા રચાઈ ગઈ. સમાન શારીરિક બાંધો અને આદતો ઉપરાંત તેમનું બ્લડ-ગ્રુપ પણ સમાન હતું. માર્ચ મહિનામાં જ્યારે તેઓ મળી તો તેમનામાં ઘણું સામ્ય જોવા મળ્યું. એકસરખા અવાજ ઉપરાંત સામસામે ઊભી હોય તો આયનામાં પ્રતિબિંબ જોતી હોય એટલું સામ્ય હતું બન્નેમાં. અજાણી યુવતી સાથે આટલા બધા સામ્ય વિશ ચેંગ કે.કે.એ તેનાં માતા-પિતાને પૂછપરછ કરતાં તેમણે ચેંગ કે.કે.ને દત્તક લીધી હોવાનું જાણવા મળ્યું. ઝાંગ લીની માતાએ જણાવ્યું કે તેઓ બન્ને બાળકીઓને સારું જીવન આપવા સમર્થ ન હોવાથી બીજી બાળકીને દત્તક આપી હતી. 

offbeat news hatke news china