ભં‌ડકિયામાંથી મળી આવ્યાં ન્યુટન-ગેલિલિયોનાં 23.7 કરોડનાં દુર્લભ પુસ્તકો

21 September, 2020 07:15 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

ભં‌ડકિયામાંથી મળી આવ્યાં ન્યુટન-ગેલિલિયોનાં 23.7 કરોડનાં દુર્લભ પુસ્તકો

23.7 કરોડનાં દુર્લભ પુસ્તકો

લંડનમાં ૨૦૧૭માં એક ગોડાઉનમાંથી ચોરાયેલાં પચીસ લાખ પાઉન્ડ (લગભગ ૨૩.૭૭ કરોડ રૂપિયા)ની કિંમતનાં આઇઝેક ન્યુટન અન ગેલિલિયો ગેલેલેઈનાં દુર્લભ પુસ્તકો તાજેતરમાં પૂર્વ યુરોપના રોમાનિયાના ગામડામાં એક ઘરના ભોંયતળિયા નીચેના ભંડકિયામાંથી મળ્યાં હતાં. ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત માટે વિખ્યાત ન્યુટન અને ખગોળશાસ્ત્રનાં સંશોધનો માટે વિખ્યાત ગેલિલિયોનાં જે પુસ્તકો રોમાનિયાની પોલીસે શોધ્યાં એના કોઈ વિકલ્પ નથી. દરેક પુસ્તક પ્રથમ આવૃત્તિનાં હોવાથી દુર્લભ છે. આ ચોરીની તપાસ આંતરરાષ્ટ્રીય સ્તરે લંડન, રોમાનિયા તથા ઇટલીના ક્રૅબિનરીની પોલીસે ધ હૅગ (નેધરલૅન્ડતસ) સ્થિત યુરોપોલ અને યુરોજસ્ટના સહયોગમાં પાર પાડવામાં આવી હતી. ૧૩ શંકાસ્પદો સામે બ્રિટનની અદાલતમાં આરોપ મૂકવામાં આવ્યા છે. એમાંથી ૧૨ જણે ગુનો કબૂલ કરતાં તેમની સામે આ મહિનામાં અદાલતમાં કેસ ચલાવવામાં આવશે. ઉક્ત એજન્સીની સહયોગાત્મક કાર્યવાહીમાં અન્ય ડઝનેક આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્ત્વના ચોરી-લૂંટના કેસ ઉકેલવામાં સફળતા મળી હતી. 

london offbeat news hatke news international news