હેલ્થ વર્કર્સને સાચા અર્થમાં સરાહવા 24 કલાક સતત તાળી પાડી આ ભાઈએ

26 April, 2020 08:11 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

હેલ્થ વર્કર્સને સાચા અર્થમાં સરાહવા 24 કલાક સતત તાળી પાડી આ ભાઈએ

જેક પીગમ

હેલ્થકૅર વર્કર્સ માટે પૈસા એકઠા કરવા લંડનના એક યુવાને ૨૪ કલાક તાળીઓ પાડી હતી. જેક પીગમ નામના ભાઈએ જણાવ્યું હતું કે ‘ભંડોળ એકત્ર કરવાનો આ પ્રયાસ ગુરુવાર સવારે આઠ વાગ્યાથી જ શરૂ કરાયો હતો. ‘ક્લૅપ ફૉર અવર કૅરર્સ’ પહેલ દ્વારા બ્રિટનમાં દરેક અઠવાડિયે કોવિડ-19 સામે લડત ચલાવી રહેલા હેલ્થ વર્કર્સને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ વિચારને વધુ આગળ લઈ જઈ પીગમે સતત ૨૪ કલાક હેલ્થ વર્કર્સ માટે તાળીઓ પાડવાનો અને એમ કરીને નાણાં એકઠાં કરવાનો નિર્ણય કર્યો હતો.

પાંચ મિનિટ સતત તાળી પાડવાનું કેટલું અઘરું છે જ્યારે આ ભાઈએ તો સતત ૨૪ કલાક તાળી પાડવાનું બીડું ઝડપ્યું હતું જેને કારણે અનેક લોકોએ તેના લાઇવ-સ્ટ્રીમિંગ દરમ્યાન કોરોના ફાઇટર્સ માટે ભંડોળ આપ્યું હતું.

london offbeat news hatke news international news coronavirus