માણસને સબક શીખવતાં પૂતળાંની તસવીરો સુપરહિટ

16 June, 2020 07:26 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

માણસને સબક શીખવતાં પૂતળાંની તસવીરો સુપરહિટ

પૂતળાંની તસવીરો

હાલમાં પશ્ચિમના દેશોમાં રંગભેદના મુદ્દે જે વિવાદ ચાલી રહ્યો છે એના જ સંદર્ભે લંડનમાં કેટલાક ઉશ્કેરાયેલા ટોળાએ ગાંધીજી સહિતના કેટલાક નેતાઓના સ્ટૅચ્યુઝને ડૅમેજ કર્યું હતું.

લંડનમાં પણ બ્લૅક લાઇવ્સ મૅટરના મુદ્દે મોટા પાયે દેખાવો શરૂ થઈ જાય એવું લાગી રહ્યું છે ત્યારે સ્કૉટલૅન્ડમાં રહેતા બ્રિટિશ સૈનિક અને મ્યુઝિયમ ક્યુરેટર ઇયાન ઇન્ગ્લિસે પોતાના ફેસબુક અકાઉન્ટ પર કેટલીક એવી તસવીરો પોસ્ટ કરી છે જેમાં ફેમસ સ્ટૅચ્યુ જાણે માણસો પર હુમલો કરતા હોય. રેસિઝમ વિરુદ્ધની લડાઈમાં દેશના ફેમસ અને પ્રતિભાશાળી લોકોના પૂતળાંઓને ડૅમેજ થાય એ આ મ્યુઝિયમ ક્યુરેટરથી જોયું જતું નથી અને એટલે જ તેણે જાણે પૂતળાં સામો અટૅક કરતા હોય એવી ક્રીએટિવ તસવીરો ફેસબુક પર પોસ્ટ કરી છે. લગભગ ત્રણ દિવસ પહેલાં પોસ્ટ થયેલી આ તસવીરો જાણે માણસને સબક શીખવનારી હોય એવું લાગે છે અને સોશ્યલ મીડિયા પર જબરજસ્ત હિટ થઈ છે.

london offbeat news hatke news international news