પાળેલી બિલાડીને ખુશ રાખવા બનાવટી ખોળો બનાવ્યો

07 March, 2020 07:48 AM IST  |  London

પાળેલી બિલાડીને ખુશ રાખવા બનાવટી ખોળો બનાવ્યો

બનાવટી ખોળો

લંડનના રહેવાસી દંપતીએ પાળેલી બિલાડીને રાજી રાખવા અનોખો ઉપાય અજમાવ્યો છે.  ૨૯ વર્ષના રેબેકા મે અને ૩૨ વર્ષના ઍલેક્સ જ્યારે ઘરમાં હોય ત્યારે તેમની પાળેલી બિલાડી સતત તેમની પાસે રહેવા મથતી હોય છે.

વારંવાર તેમના ખોળામાં બેસવા દોડી આવે ત્યારે બીજું કાંઈ કામ કરી શકાતું નથી. ક્યારેક ઑફિસમાં જવાને બદલે ઘરમાં બેઠાં-બેઠાં કામ કરવું હોય તો બિલાડીને કારણે બહુ મુશ્કેલી પડે છે, પરંતુ બિલાડીને જાણે માલિકોના ખોળામાં બેઠી હોય એવું લાગે એ માટે તેમણે બનાવટી ખોળો બનાવ્યો છે.

આ પણ વાંચો : એવો ટાપુ જ્યાં માત્ર મહિલાઓને જ મળે એન્ટ્રી

તેમણે એક પૅન્ટ લટકાવીને એમાં રૂ કે પીંછાં ભરેલું કવર ગોઠવ્યું અને હૂંફાળું લાગે એ માટે  અંદર હીટિંગ પૅડ પણ ગોઠવ્યું. આ તરકીબથી બિલાડીની લાડ કરવાની ઝંખના સંતોષાય છે અને ઍલેક્સ-રેબેકાને ડિસ્ટર્બ પણ થતું નથી.

london offbeat news hatke news