લોકોને ખુશ રાખવા લંડનના બસ સ્ટૉપ પર બની આર્ટ-ગૅલરી

30 April, 2020 07:36 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

લોકોને ખુશ રાખવા લંડનના બસ સ્ટૉપ પર બની આર્ટ-ગૅલરી

લંડનના બસ સ્ટૉપ પર બની આર્ટ-ગૅલરી

બ્રિટનમાં લોકોનો લૉકડાઉન પ્રત્યેનો કંટાળો સોશ્યલ મીડિયા પર છલકાઈ રહ્યો છે. એ વાતાવરણમાં લંડનના એક સ્થાનિક રહેવાસીએ બસ સ્ટૉપ પર આર્ટ-ગૅલરી બનાવી છે. બસ સ્ટૉપની પડખેની એક દીવાલ પર ખાસ કરીને બાળકોને ધ્યાનમાં રાખીને ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. હૅન્ડ રિટન સાઇન અને ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ દ્વારા બાળકો અને મોટેરાઓને એ દીવાલ પર પ્રદર્શન માટે ચિત્રો આપવા પ્રોત્સાહક અનુરોધ કરવામાં આવ્યો છે. માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં બ્રિટનમાં લૉકડાઉન જાહેર કરાયા પછીના દિવસે ચાર વર્ષની બાળકીની માતા અને પાર્ટટાઇમ ટીચર સારા લામરને વિચાર આવ્યો હતો કે આ પરિસ્થિતિ લાંબો વખત ચાલશે તો લોકો માટે કંટાળો અને શુષ્કતા અસહ્ય બની જશે. એથી સારાએ વિચાર્યું કે હવે ઘરની સામેના બસ સ્ટૉપ પર રોજની માફક બસોની અવરજવર કે ધમાલ નહીં રહે. એથી એ જગ્યાને આર્ટ-ગૅલરી બનાવી શકાય. સારા લામરે એ વિચારનો અમલ કર્યો અને એ પ્રયોગ હિટ થઈ ગયો.

london offbeat news hatke news international news