ઝાંસીમાં પ્રેમીયુગલ પર તાલિબાની ફરમાનઃ ગૌમૂત્ર અને ગોબર ખાવાની સજા

09 February, 2020 08:27 AM IST  |  Uttar Pradesh

ઝાંસીમાં પ્રેમીયુગલ પર તાલિબાની ફરમાનઃ ગૌમૂત્ર અને ગોબર ખાવાની સજા

પ્રતીકાત્મક તસવીર

વીરોની ભૂમિ ગણાતા ઉત્તર પ્રદેશના ઝાંસી વિસ્તારમાં ખાપ પંચાયતના તાલિબાની આદેશની એક ઘટના પ્રકાશમાં આવી છે. સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસે આ ઘટનાની નોંધ લઈને પંચાયત સામે કેસ નોંધ્યો છે. એક જ જ્ઞાતિના એક યુગલે બન્ને પરિવારની સંપૂર્ણ સહમતીથી પાંચ વર્ષ પહેલાં લગ્ન કર્યાં હતાં. ત્યાર બાદ ગામ છોડીને આ દંપતી અન્યત્ર રહેવા ચાલ્યું ગયું હતું.
તાજેતરમાં આ યુગલ પોતાના ગામમાં પાછું ફરતાં ખાપ પંચાયત મળી હતી અને પંચાયતે રોષે ભરાઈને આ દંપતીને પોતાની સજા સંભળાવી હતી. પંચાયતે આપેલો ચુકાદો એવો હતો કે તમારે ગામમાં અને જ્ઞાતિમાં રહેવું હોય તો ગૌમૂત્ર પીઓ અને ગાયનું ગોબર ખાઈ બતાવો. આ સમાચાર વહેતા થતાં સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ ચોંકી ઊઠ્યાં હતાં.

અહીં એ યાદ રહે કે ખાપ પંચાયતોને સ્વચ્છંદી સજા કરવાનો કોઈ અધિકાર નથી એવો ચુકાદો અગાઉ સુપ્રીમ કોર્ટ આપી ચૂકી હતી. પોલીસે આ ખાપ પંચાયત વિરુદ્ધ કેસ નોંધ્યો હતો અને સંબંધિત દંપતીને રક્ષણ આપવાની તૈયારી પણ દાખવી છે.

uttar pradesh offbeat news hatke news