પાંદડાનો રસ અને કાદવના રંગથી સજાવી દીધી શહેરની દીવાલો

03 June, 2019 08:52 AM IST  |  કેરળ

પાંદડાનો રસ અને કાદવના રંગથી સજાવી દીધી શહેરની દીવાલો

પેન્ટિંગ

કેરળના કોલ્લમ શહેરમાં રહેતો એક માણસ આખો દિવસ શહેરની ગલીઓની દીવાલોને રંગવામાં વ્યસ્ત રહે છે. લોકોને તેનું સાચું નામ તો ખબર નથી, પણ બધા તેને રાજુ કહીને બોલાવે છે. તેની પાસે રહેવા માટે પોતાનું ઘર નથી. કોઈ પણ ગલીની દુકાનના પાટિયે તે રાત ગાળી લે છે.

જોકે તેની આર્ટ માટેની આંતરસૂઝ કાબિલેદાદ છે. તેની પાસે રંગ ખરીદવાના પણ પૈસા નથી, પરંતુ તે વનસ્પતિનાં પાંદડાં, કોલસા, કાદવ અને વૃક્ષમાંથી નીકળતી ચીકણી રાળનો ઉપયોગ કરીને અદ્ભુત ભીંતચિત્રો બનાવે છે. તેની પાસે પેઇન્ટિંગ કરવા માટેનું બ્રશ પણ નથી. એ બ્રશ પણ તેણે પાંદડાંનો કૂચો કરીને તૈયાર કર્યું છે.

આ પણ વાંચો : પાડોશીના ઘરમાં ડોકિયું કરવા જતાં ડોક ફસાઈ ગઈ

જોકે તેણે તૈયાર કરેલાં ચિત્રો જોઈને કોઈને લાગે નહીં કે આ સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડ્લી દ્રવ્યોથી બનેલી અત્યંત કુદરતી આર્ટ છે. રોજ તે ભીંતચિત્રો બનાવવામાં કલાકો ગાળે છે. લીલા રંગ માટે તે અલગ-અલગ વનસ્પતિનાં પાંદડાં ચોળે છે. એને શેડ આપવા માટે એમાં માટી ભેળવે છે. ક્યારેક કાળા રંગ માટે કોલસો ઘસે છે અને ક્યારેક લાઇટ શેડ માટે પથરા ઘસીને રંગ હળવો બનાવે છે. પેઇન્ટિંગના એક પણ સાધન વિના આવા અત્યંત પ્રાથમિક કક્ષાના ઉપાયો વાપરીને તેણે જે ચિત્રો તૈયાર કર્યાં છે એ માટે અદ્ભુત શબ્દ ટૂંકો પડે.

kerala kollam offbeat news hatke news