કેરળમાં ઍન્ટિ-સીએએ પોસ્ટર સાથે દુલ્હાએ ઊંટ પર બેસીને બારાત કાઢી

12 February, 2020 07:46 AM IST  |  Kerala

કેરળમાં ઍન્ટિ-સીએએ પોસ્ટર સાથે દુલ્હાએ ઊંટ પર બેસીને બારાત કાઢી

દુલ્હાએ ઊંટ પર બેસીને બારાત કાઢી

સિટિઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટના વિરોધમાં અનેક લોકોએ કંઈક ગતકડાં કર્યાં છે. જોકે કેળના હાજા હુસૈન નામના એક દુલ્હેરાજાએ પોતાનાં લગ્ન બારાત કાઢી એને સીએએ અને એનઆરસીના વિરોધ-પ્રદર્શનનું માધ્યમ બનાવી દીધું. તેમણે બારાતમાં ઊંટ પર બેસીને હાથમાં ‘રિજેક્ટ સીએએ, બૉયકૉટ એનઆરસી અને એનઆરપી’ જેવાં કાર્ડ્સ પકડીને વિરોધ કર્યો હતો. પોતાના ઘરેથી લગ્નનાહૉલ સુધીનું વીસ કિલોમીટર સુધીનું અંતર ભાઈસાહેબ આ ઊંટની પીઠ પર બેસીને સવાર થઈને આવ્યા હતા.

આ પણ વાંચો : મૂક-બધિર યુવક સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાય એવી સંભાવના

તેમના સમાજમાં લગ્ન સમયે દુલ્હાએ દુલ્હનને મહેર રૂપે કંઈક આપવાનું હોય છે. એ મહેરમાં ભાઈસાહેબે દુલ્હનને ભારતનું સંવિધાન આપ્યું હતું.

kerala offbeat news hatke news