લો બોલો, આ દેશમાં ૭ બાળકોને જન્મ આપનારી મહિલાને મળે છે ગોલ્ડ મેડલ

07 November, 2019 10:13 AM IST  |  kazakhstan

લો બોલો, આ દેશમાં ૭ બાળકોને જન્મ આપનારી મહિલાને મળે છે ગોલ્ડ મેડલ

તસવીર સૌજન્યઃ rferl.org

અનેક એવાં કાર્યો છે જેને માટે ગોલ્ડ મેડલ જીતી શકાય છે. સ્કૂલના ટૉપર્સ કે ઑલિમ્પિક વિજેતા, લશ્કરમાં બહાદુરી માટે, ઑફિસમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ સિલ્વર કે ગોલ્ડ મેડલ જીતી શકાય છે; પણ શું તમને ખબર છે કે વધુ બાળકોને જન્મ આપવાથી પણ સિલ્વર કે ગોલ્ડ મેડલ જીતી શકાય છે?

આ પણ જુઓઃ બેકલેસ ગાઉનમાં કરીનાની આ તસવીરો મેલર્બનમાં મચાવી રહી છે ધૂમ

વિશ્વમાં અનેક દેશો વસ્તી વધારવા માટે મોટા પરિવારને પ્રોત્સાહન આપે છે. એવા જ એક દેશ કઝાખસ્તાનમાં સરકાર તરફથી ૬ કે ૭ બાળકોની મમ્મીને ચાંદી કે સોનાનું મેડલ આપવા ઉપરાંત તેમને ‘હીરો મધર’નો ખિતાબ પણ એનાયત કરવામાં આવે છે. આ ઉપરાંત કઝાખસ્તાને બાળકના જન્મને પ્રોત્સાહન આપવા માટે કાયદો ઘડવાનો પણ નિર્ણય લીધો છે. આ કાયદા મુજબ ૬ બાળકોની મમ્મીને ચાંદીનો અને ૭ કે એથી વધુ બાળકોની મમ્મીને સોનાનો મેડલ આપવામાં આવે છે. આ ‘હીરો મધર’ને સરકાર તરફથી આજીવન મહિનાનો ખર્ચ પણ આપવામાં આવે છે. જોકે ચાર બાળકો ધરાવતા પરિવારમાં બાળક ૨૧ વર્ષનું થાય ત્યાં સુધી એનો ખર્ચ સરકાર ઉઠાવે છે.

offbeat news hatke news