વૅનિલા ફ્લેવરનું કોલા પીધું છે? જપાનમાં મળશે

15 January, 2020 11:42 AM IST  |  Japan

વૅનિલા ફ્લેવરનું કોલા પીધું છે? જપાનમાં મળશે

વૅનિલા ફ્લેવરનું કોલા

વૅનિલા ફ્લેવર દૂધ અને આઇસક્રીમમાં બહુ સરસ લાગે, પણ ક્યારેય કાર્બોનેટેડ પીણામાં વૅનિલા ફ્લેવરની કલ્પના પણ ન થઈ શકે. જોકે આવી અળવીતરી કલ્પના જપાનની એક સૉફ્ટ-ડ્રિન્ક કંપનીએ કરી છે. એટલું જ નહીં, એ કલ્પનાને સાકાર કરીને માર્કેટમાં વિયર્ડ ફ્લેવરની હારમાળા લૉન્ચ કરી દીધી છે. શિન્ઝુકા નગરની કિમુરા બેવરેજ કંપનીએ કોઈએ ધારણા ન રાખી હોય એવા ફ્લેવર્સનાં પીણાં બનાવ્યાં છે; જેમ કે કોકા વૅનિલા, કરી કોલા, મેલન બ્રેડ કોલા, ઇલ (માછલીની જાતિ) કોલા..... 

આ પહેલાં જપાનમાં જ પેપ્સી અથવા કોકા કોલા ઍપલ જેવાં પીણાંની લિમિટેડ એડિશન બજારમાં મૂકવામાં આવી હતી. પીણાંના સ્વાદ, સોડમની બાબતમાં કિમુરા અન્ય ડ્રિન્ક્સ કંપનીઓથી જુદી પડે છે. કિમુરાની વિશેષતાઓમાં પ્લમના ફળનું અથાણું, માછલીનાં ઈંડાં અને બટાટાની ચિપ્સના સ્વાદ અને સોડમનો પણ સમાવેશ છે.

આ પણ વાંચો : ખેડૂતે પાડોશીઓને જોઈએ એટલા મૂળા લઈ જવાનું કહ્યું, તો લોકો....

કિમુરાનાં ફક્ત અવનવાં નામો અને લેબલ્સ નહીં, અનેક બાબતમાં ઑફબીટ પીણાં હોય છે. કિમુરા એક ફ્લેવર ડેવલપ કરવા માટે એક વર્ષ જેટલો સમય મહેનત અને પ્રયોગો કરવા માટે ફાળવે છે. કિમુરાનાં પીણાંના ૧૦૦માંથી લગભગ ૬૦ ફ્લેવર્સ અસાધારણ અને અનપેક્ષિત પ્રકારની હોય છે.

japan offbeat news hatke news