ખેડૂતે પાડોશીઓને જોઈએ એટલા મૂળા લઈ જવાનું કહ્યું, તો લોકો....

Published: Jan 15, 2020, 11:32 IST | China

ભોળપણ ભારે પડ્યું : ખેડૂતે પાડોશીઓને જોઈએ એટલા મૂળા લઈ જવાનું કહ્યું, તો લોકો 500 ટન પાક સાફ કરી ગયા

ખેડૂતો
ખેડૂતો

ચીનના હુબેઈ પ્રાંતમાં બે ખેડૂતોને ખેતરમાં ઊભો પાક જોઈને થયું કે આટલો સરસ માલ થયો છે તો ભલે પાડોશીઓ એક-બે થેલી ભરીને જરૂરી શાકભાજી લઈ જતા. જોકે તેમણે પાડોશીઓને આપેલી આ છૂટ તેમને ભારે પડી હતી. આસપાસના પાડોશીઓ અને સગાં-ઓળખીતાઓ થેલા ભરી-ભરીને મૂળા અને શાકભાજી લઈ જવા લાગ્યા. ખેડૂતોને લાગ્યું હતું કે તેમની આસપાસમાં તો બહુ ઓછા પાડોશીઓ છે, પણ તેમને ખબર નહોતી કે પાડોશીઓમાં પ્રેમથી વહેંચણી કરવાની વાત ફ્રી ફૉર ઑલનું સ્વરૂપ લઈ લેશે. લોકો ફ્રીમાં માલ મળે છે એમ સમજીને ઝોળીઓ લઈને ખેતરમાં ઘૂસી ગયા અને જાતે જ પાક કાઢીને લણીને લઈ જવા લાગ્યા. આ ધસારો એટલો જોરદાર હતો કે પોલીસને બોલાવ્યા પછી પણ તેમને નિયંત્રણમાં લેતાં બહુ તકલીફ પડી હતી. જ્યારે ૨૪ કલાક બાદ ટોળું ખેતરમાંથી બહાર નીકળ્યું ત્યાં સુધીમાં ૫૦૦ ટન જેટલી ઊપજ ખતમ થઈ ગઈ હતી. આટલા માલની કિંમત લગભગ ૪૨,૦૦૦ ડૉલર એટલે કે આશરે ૩૦ લાખ રૂપિયા જેટલી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK